હાલમાં જ કરવામાં આવેલા એક રસપ્રદ અને વ્યાપક અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે દેશની અડધાથી વધારે વસ્તીનો શારરિક પ્રવૃતિ અથવા તો ફિજિકલ એક્ટિવિટીમાં કોઇ રસ નથી. દેશના અડધા લોકો શારરિક ગતિવિધીથી દુર રહેવાનુ પસંદ કરે છે. એટલે કે આળસ રાખે છે. ૧૦ ટકાથી પણ ઓછા લોકો એવા છે જે મનોરંજન તરીકે શારરિક ગતિવિધીમાં સામેલ રહે છે. જો કે કેટલાક લોકો આ અભ્યાસ સાથે સહતમ નથી. તેમની દલીલ છે કે આધુનિક ભારતમાં લોકો શારીરિક ફિટનેસને લઇને વધારે સાવધાન થઇ રહ્યા છે. કેટલાક તબીબો કહે છે કે આધુનિક સમયમાં આર્થરાઇટિસ જેવી જોડની તકલીફ હવે વય સુધી મર્યાદિત રહી નથી. શારરિક રીતે કામ ન કરવાની બાબત પણ આ બિમારીના બોઝને વધારી દેવામાં ભૂમિકા અદા કરે છે. ડબલ્યુએચઓના રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે દુનિયાભરમાં પાંચમાંથી એક પુખ્તવયના લોકો અને પાંચમાંથી ચાર કિશોર વયના લોકો શારરિક ગતિવિધી કરતા નથી. જેના કારણે હેલ્થ કેર પર ૫૪ અબજ ડોલરની સીધી અસર થઇ રહી છે. એક એજન્સી દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે લોકો યાત્રા અને મનોરંજન સાથે જોડાયેલી શારરિક ગતિવિધીની તુલનામાં કામમાં વધારે સમય પસાર કરે છે. આળસી જીવનશેલી, કસરત ન કરવાની બાબત અથવા તો કોઇ પ્રોફેશનલની દેખરેખ વગર કસરત કરવાથી યુવાનના જોડમાં લિગામેન્ટમાં તકલીફ પડે છે. જેમ જેમ તમારી વય વધે છે તમારા શરીરમાં કામ કરવાની ક્ષમતા ઘટતી જાય છે. તમારા શરીરમાં હાડકા ફરી બનવા અને રિપેયર થવાની ક્ષમતા ઓછી થવા લાગી જાય છે. તમારા ઘુટણમાં મુલાયમ ટિશ્યુ હોય છે જેને કાર્ટિલેજ કહેવામાં આવે છે. જે માંસપેશિયાઓને ટેકો આપે છે. જેના કારણે શારરિક ગતિવિધી કરતી વેળા સરળતા મળે છે. આ એક પ્રકારથી શોક ઓબ્ઝર્વર તરીકે કામ કરે છે. સમયની સાથે આ મુલાયમ ટિશ્યુ ઘસી જાય છે. જેના કારણે જોડમાં જગ્યાઓ બનતી જાય છે. કાર્ટિલેજના ડિજરનેશનના કારણે આર્થરાઇટિસ થવા લાગી જાય છે. તાજેતરમાં જ કરવામાં આવેલા એક રસપ્રદ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, દિવસમાં ૧૫ મિનિટ સુધી કસરત લાઈફમાં ત્રણ વર્ષનો ઉમેરો કરે છે. તાઈવાનમાં તાજેતરમાં જ કરવામાં આવેલા અભ્યાસમાં આ મુજબની બાબત જાણવા મળી છે. અભ્યાસાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, મોટાભાગના લોકો ૩૦ મિનિટ સુધીની કસરત કરે તો તેમના લાઈફમાં ઉમેરો કરી શકે છે. અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે સપ્તાહમાં પાંચ દિવસ કસરત કરવાથી પણ ફાયદો મળે છે. નિષ્ણાંતોએ કહ્યું છે કે ઓછા ડોઝના કારણે ઓછો ફાયદો થાય છે પરંતુ નિયમિત રીતે ૩૦ મિનિટ સુધી કસરત ખૂબ જ આદર્શ છે. તાઈવાનના લીડ રિચર્સરે કહ્યું કે, દિવસમાં ૧૫ મિનિટ સુધીની કસરતથી પણ ફાયદો થાય છે. વોકીંગથી પણ ફાયદો થાય છે. પુરુષો, મહિલાઓ, યુવાનો અને વૃદ્ધ લોકો તેમજ ધૂમ્રપાન કરનાર લોકો તથા અસ્વસ્થ રહેતા લોકો માટે પણ નિયમિત પણે કસરત ખૂબ જ ઉપયોગી છે. જ્યારે પણ દર્દીઓ કોઈ ખાસ તકલીફના દર્દીને જુએ છે ત્યારે વોકીંગની સલાહ આપે છે અથવા તો તેને હળવી કસરતની સલાહ આપે છે. મેડીકલ જનરલમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, ૪૧૬૦૦૦ લોકોને આવરી લઈને આ સર્વે કરવામાં આવ્યો હતો જેમાં મોટાભાગના લોકોના મત જાણવામાં આવ્યા હતા. તેમના આરોગ્ય અંગે પણ પ્રશ્નો કરવામાં આવ્યા હતા. હાલમાં કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, ૧૫ મિનિટ કસરતથી ઉપયોગી ફાયદો થાય છે. દરરોજની કસરત કેન્સરના જોખમને ઘટાડવામાં ઉપયોગી સાબિત થાય છે.
Trending
- Delhi, Mumbai સહિત ૫ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી
- પકડાયેલી મહિલા ડોક્ટર શાહીન શાહીદનો ખૌફનાક પ્લાન Shoba-E-Dawat Decoded થયો
- ૨૬ જાન્યુઆરીએ લાલ કિલ્લા ઉપર હુમલાનો હતો પ્લાન
- હિંદુ ધર્મની સરખામણી આરએસએસ સાથે કરવી એ સનાતન ધર્મનું અપમાન છે,Digvijay Singh
- Delhi રજીસ્ટ્રેશન નંબરવાળી કારમાંથી એક કરોડ રૂપિયા મળી આવ્યા; બધાની અટકાયત
- Prem Chopra ની તબિયતમાં સુધારો થતાં,તેમના સુપરસ્ટાર શ્રેષ્ઠ મિત્ર વિશે ચિંતિત થઈ ગયા
- ઓક્ટોબરમાં Retail inflation ઘટીને ૦.૨૫ ટકા થયો, જે બહુવિધ વર્ષના નીચલા સ્તરે પહોંચ્યો
- Uddhav Thackeray ને બીએમસી ચૂંટણી પહેલા સુપ્રીમ કોર્ટ તરફથી કોઈ રાહત મળશે નહીં

