Rajkot,તા.૩
પાણી ભરાવા અને ગંદકી થવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતો હોય છે, જેને લઈને મચ્છરજન્ય રોગ ફેલાય છે. રાજકોટમાં પણ આવી જ પરિસ્થિતિ સર્જાઈ હતી. ત્યારે નાગરિકોની વારંવાર રજૂઆતને પગલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાંથી જળકુંભી વેલ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સ્થાનિકો દ્વારા જળકુંભી વેલના કારણે પડી રહેલી હાલાકીને ધ્યાનમાં લઈને મનપા દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. “જળકુંભી વેલના કારણે મચ્છરો અને માછલીઓનો ઉપદ્રવ ખૂબ વધી ગયો હતો. આ સમસ્યાને નાથવા માટે જળકુંભી દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બેડી વિસ્તારમાં જળકુંભી વેલ વધારે પ્રમાણમાં જોવા મળી રહી છે. જેથી આ વિસ્તારમાંથી જળકુંભીનો સફાયો કરવા માટે ૨ મશીન મૂકવામાં આવ્યા છે.”મનપા દ્વારા મશીનની મદદથી જળકુંભી વેલ દૂર કરવામાં આવી રહી છે. હાલમાં બે મશીન કાર્યરત છે અને બેડી વિસ્તારમાંથી દરરોજ ૧ ટનથી વધુ જળકુંભી દૂર કરવામાં આવી રહી છે. જરૂર પડ્યે વધુ ૨-૩ મશીન મુકવામાં આવશે જેથી કામગીરી ઝડપથી પૂર્ણ થાય અને લોકોને રાહત મળે.તેમણે વધુમાં જણાવ્યું કે, “જ્યાં મશીન પહોંચી શકતું નથી, તેવા વિસ્તારોમાં ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. મચ્છરોના ઉપદ્રવને ડામવા માટે છૈં ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડ્રોન મચ્છરોના ઝુંડ શોધીને તેમનો નાશ કરશે.” આમ, મચ્છરો દ્વારા ફેલાતા રોગચાળાને અટકાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા કામગીરી કરી રહી છે.