New Delhi,તા.29
માત્ર 24 કલાકનાં પહેલા ઉતરાખંડનાં મનસાદેવી મંદિરમાં અને બાદમાં યુપીના બારાબંકીમાં અવસાનેશ્વર મહાદેવ મંદિરમાં ભાગદોડની ઘટના અને તેનાથી થયેલા મૃત્યુએ વ્યવસ્થાનાં છિંડા છતા કર્યા છે.
દેશમાં સૌથી વધુ ભાગદોડની ઘટનાઓ ધાર્મિક સ્થળો પર થઈ રહી છે. આથી શાસન-પ્રશાસનનાં ભીડ મેનેજમેન્ટ પર મોટા સવાલો ઉભા થાય છે.આ ઘટનાઓમાંથી શીખ ન લેવી અને અફવાઓ પર ભરોસો કરવાનાં કારણે આપણી દુનિયામાં સૌથી વધુ ભાગદોડની ઘટનાવાળા દેશ બનવા જઈ રહ્યા છીએ.
યુપીનાં હાથરસમાં ગત વર્ષે જુલાઈ મહિનામાં જ કેટલાંક વર્ષોથી સૌથી મોટી ભાગદોડની ઘટના ધાર્મિક સત્સંગ દરમ્યાન બની હતી તેમાં 121 લોકોના મોત થયા હતા.
બેંગ્લુરૂનાં ચિન્નાસ્વામી સ્ટેડીયમમાં આ વર્ષે 4 જુને ભાગદોડની ઘટના બની હતી. આ ભીડ બેંગલુરૂના રોયલ ચેલેર્ન્સની જીતના ઉત્સવ દરમ્યાન અચાનક ભાગદોડ થતાં 11 લોકોના મોત થયા હતા. આ ઘટનાએ પુરા દેશમાં ખળભળાટ મચાવ્યો હતો. આ ઘટનાનાં સવા મહિના જ હરિદ્વાર ત્યારબાદ બારાબંકીમાં ભાગદોડની ઘટનાએ સરકારી પ્રયાસોનો અરીસો દેખાડી દીધો છે.
છેલ્લા કેટલાંક વર્ષથી આવી અનેક દુર્ઘટનાઓ બની પણ તેને રોકવાની કોઈ યોજના તૈયાર નથી કરાઈ અધિકારીઓ પણ સ્વીકારે છે કે મોટી દુર્ઘટનાઓ થવા પર કેટલાક દિવસ બધા એકશનમાં જોવા મળે છે. બાદમાં જુનુ વલણ અપનાવવામાં આવે છે.
દુર્ઘટનાથી બચવા વિશેષજ્ઞોના સૂચન
* ધાર્મિક સ્થળો-સભાઓમાં પ્રવેશ અને નિકાલના દ્વાર અલગ હોવા જોઈએ.
* પ્રવેશ દ્વારની તુલનામાં નિકાલ દ્વાર પહોળુ હોવુ જોઈએ.
* નિશ્ચિત સંખ્યામાં જ ભકતો અને શ્રધ્ધાળૂઓને પ્રવેશ આપવામાં આવશે.
* ટોકન સિસ્ટમ અપનાવવામાં આવે અને નિશ્ચિત સંખ્યામાં લોકોને પ્રવેશ આપવામાં આવે.
* એઆઈની મદદથી પ્રવેશ કરનારાઓની સંખ્યા પુરી થતા જ રોકી દેવામાં આવે.
* પોલીસથી વધુ વોલીયંટર્સને લગાવવામાં આવે.
* એક જ સ્થાને પ્રસાદ અને અન્ય વસ્તુઓનું વિતરણ ન થાય.
ભાગદોડ થવાના આ પાંચ કારણ
* અત્યાધિક ભીડ એટલે કે ક્ષમતા કરતા વધુ લોકોનું એક સ્થળે ભેગા થવું
* ખરાબ ભીડ વ્યવસ્થા સુરક્ષા કર્મીઓની અછત ભીડ નિયંત્રણની ચોકકસ વ્યવસ્થા નહીં, ઈમરજન્સી નિકાલ માર્ગ રોકાવો
* નાની-નાની અફવાઓથી લોકોમાં ભય ફેલાવો અને લોકોનું અહીં તહીં ભાગવુ
* સાંકડા રસ્તા, બેરીકેડીંગ અને ઈમરજન્સી સ્થિતિમાં તરત વ્યવસ્થા ન કરવી
* જન જાગૃતિની કમી એટલે કે ધીરજ રાખવી, અફવાઓ પર ધ્યાન ન આપવાની જાગૃતિનો અભાવ.