યુવતીએ આટકોટ પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ
Gondal,તા.27
ગોંડલ તાલુકાના મોટા દડવા ગામની યુવતી ને લગ્નની લાલચ આપી યુવકે ૧ વર્ષ સુધી શરીર સંબંધ બાંધવાની આટકોટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા નાના એવા ગામમાં ચકચાર મચીજવા પામી છે. વધુ વિગત મુજબ ગોંડલ આટકોટ ધોરી માર્ગ પર આવેલા મોટા દડવા ગામે માવતરના ઘરે રીસામણે રહેતી યુવતીએ ગામના અર્જુન યોગેશપુરી ગોસાઈ નામના શખ્સે દુષ્કર્મ આચાર્યની આટકોટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે યુવતી પોતાના માવતરના ઘરે ૧ વર્ષ રીસામણે છે અને તેને અર્જુન યોગેશપુરી ગોસાઈ નામના યુવક સાથે પ્રેમ સંબંધ બંધાતા , લગ્ન કરવાનો પ્રેમીઓ વચન આપી હવસનો શિકાર બનાવી હતી. બાદમાં યુવકે અન્ય યુવતી સાથે લગ્ન કર્યાનું જાણવા મળ્યું છે. પોલીસે યુવતીની ફરિયાદ પરથી અર્જુન યોગેશપુરી ગોસાઈ નામના શખ્સ સામે દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી, આટકોટ પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.