Morbi,તા.01
વાછ્કપર ગામે માતાપિતાને રૂપિયા બાબતે બોલાચાલી થયા બાદ માતાએ દવા પી લેતા ૧૫ વર્ષના સગીર દીકરા અને દીકરીએ ઝેરી દવા પી લીધી હતી જે બનાવમાં ૧૫ વર્ષના સગીર પુત્રનું મોત થયું છે ટંકારા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના વાછ્કપર ગામના રહેવાસી હરદેવ હીરાલાલ સાકરીયા (ઉ.વ.૧૫) નામનો સગીર ગત તા. ૨૩ ઓગસ્ટના રોજ ઝેરી દવા પી લેતા સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન સગીરનું મોત થયું છે બનાવ અંગે પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક હરદેવના માતા પિતાને રૂપિયા બાબતે બોલાચાલી થયા બાદ માતા કૃપાલીબેનને મનોમન લાગી આવતા દવા પી લીધી હતી જે જોઇને હરદેવ અને તેની બહેન આરવી (ઉ.વ.૧૩) એ ઝેરી દવા પી લીધી હતી જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા અને સારવારમાં હરદેવનું મોત થયું હતું ટંકારા પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
ટંકારામાં મકાનના ફળિયામાં નિંદ્રાધીન અવસ્થામાં યુવાનનું મોત
ટંકારામાં રહેતો યુવાન મોટાભાઈના મકાનના ફળિયામાં સુતો હતો ત્યારે કોઈ કારણોસર મોત થયું હતું બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે
ટંકારાના ઉગમણા નાકા પાસે રહેતો હરેશ દિનેશભાઈ જાદવ (ઉ.વ.૨૭) નામનો યુવાન ટંકારા સરકારી હોસ્પિટલ પાછળ મોટાભાઈ ભરતભાઈના મકાનના ફળિયામાં સુતો હતો ત્યારે અગમ્ય કારણોસર મોત થયું હતું ટંકારા પોલીસે બનાવ મામલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે