રેલ નગરના વૃદ્ધા પુત્ર પાછળ બેસીને બીજા પુત્ર ના ઘેર રોકાવા થતા હતા ત્યાં રસ્તામાં જ કાળ ભેટી ગયો
Rajkot,તા.11
શહેરના રાજમાર્ગો દિવસે અને દિવસે ગોઝારા બનતા જતા હોય તેમ મોરબી બાયપાસ પર સાંગરીલા ચોકડી પાસે બાઈક અને મોટર અકસ્માતમાં 87 વર્ષના વૃદ્ધા નું મોત નીપજ્યું હતું આ અંગે પ્રાપ્ત વિગત મુજબ શ્રીનાથજી પાર્ક 5 રેલ નગરમાં રહેતા અરવિંદભાઈ અશોકભાઈ નાઢા ગઈકાલે બપોરે તેમની માતા પુષ્પાબેન ને લઈને રેલ નગર થી રોણકી ગામે તેમના ભાઈ સંજય ભાઈ ના ઘેર જવા રવાના થયા હતા, માતા પુત્ર ની બાઈક મોરબી બાયપાસ રોડ સાંગરીલા ચોકડી પાસે પહોંચતા બેડી ચોકડી તરફથી પૂરપાટ ઝડપે આવેલી મોટરે બાઈક નેહડફેટે લેતા અરવિંદભાઈ અને તેમની માતા પુષ્પાબેન ને ગંભીર ઇજા ગ્રસ્ત હાલતમાંમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં સારવાર દરમિયાન પુષ્પાબેન નું મૃત્યુ નીપજ્યું હતું.આ અંગે ગાંધીગ્રામ પોલીસમાં અરવિંદભાઈ એ ફરિયાદ નોંધાવતા અકસ્માત સર્જી ભાગી ગયેલા કાર ચાલક વિરુદ્ધ પોલીસે તપાસ હાથ ધરી છે