Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ઇંગ્લેન્ડ સામે રમનારી ભારતીય વિમેન્સ ટીમમાં Radha Yadav સામેલ

    June 13, 2025

    Reliance Industries એશિયન પેઈન્ટ્‌સમાં ૩.૬૪ ટકા હિસ્સો રૂ.૭૭૦૩ કરોડમાં વેચ્યો

    June 13, 2025

    Vegetable oil ની આયાત મે મહિનામાં સતત ૬ઠ્ઠા મહિને ઘટી

    June 13, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ઇંગ્લેન્ડ સામે રમનારી ભારતીય વિમેન્સ ટીમમાં Radha Yadav સામેલ
    • Reliance Industries એશિયન પેઈન્ટ્‌સમાં ૩.૬૪ ટકા હિસ્સો રૂ.૭૭૦૩ કરોડમાં વેચ્યો
    • Vegetable oil ની આયાત મે મહિનામાં સતત ૬ઠ્ઠા મહિને ઘટી
    • વિમાન દુર્ઘટનામાં વિમાનનું લોખંડ પણ પીગળી ગયું, પણ Bhagavad Gita સુરક્ષિત રહી
    • હું ચેક-ઇન ગેટ પર ૧૦ મિનિટ મોડી પહોંચી, પણ તેમણે મને જવા ન દીધી,બચી ગઇ,Bhumi Chauhan
    • Resident doctors અકસ્માત પછી પોતાનો સામાન લેવા માટે સ્થળ પર પાછા ફર્યા
    • mran Masood અખિલેશના મુસ્લિમ રાજકારણના મૂળિયા હચમચાવી નાખ્યા
    • Amarnath Yatra માટે દરેક સ્તરે તૈયારીઓ પૂર્ણ, સુરક્ષાથી લઈને ટ્રાફિક સુધી દરેક પાસાંનું નિરીક્ષણ હેઠળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat:પુત્રના પ્રેમની તેની માતાને મળી તાલીબાની સજા! જાહેરમાં ફટકારી,૧૧ વિરુદ્ધ ગુનો નોંધાયો
    સુરત

    Surat:પુત્રના પ્રેમની તેની માતાને મળી તાલીબાની સજા! જાહેરમાં ફટકારી,૧૧ વિરુદ્ધ ગુનો નોંધાયો

    Vikram RavalBy Vikram RavalJune 12, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat, તા.૧૨

    સુરતના પાલથી યુવકની માતાનું કારમાં અપહરણ કરી રાંદેરની અંબિકા નગરમાં લઈ જઈ ક્રુરતા આચરાઈ હતી. પાલ પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરી છે. રાંદેરના યુવાને રાજસ્થાની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંને જણાં ભાગી ગયા હતા. એક વર્ષ બાદ પોતાના ઘરે યુગલ પરત ફર્યું હતું. પરંતુ યુવતીના પરિવારજનો આ વાત ભૂલ્યા ન હતા. જેનો બદલો લેવા માટે અધીરા બન્યા હતા. યુવક મળતો નહીં હોય તેની માતાને ટાર્ગેટ કરાઈ હતી. માતાનું અપહરણ કરી તેને લાકડાના ડંડા પ્લાસ્ટિકની પાઇપ અને ઈંટ વડે સોસાયટીમાં જાહેરમાં ઉભી રાખી તેને માર મારવામાં આવી હતી. આ ક્રુરતામાં ઘરની મહિલાઓ પણ સામેલ હતી.

    રાજસ્થાનના વતની અને હાલ રાંદેર-પાલ વિસ્તારમાં રહેતી યુવતીના મહિલા સહિતના સંબંધીઓ યુવકની માતાનું અપહરણ કરી રાંદેર લઇ ગયા હતા. જ્યાં સરાજાહેર ડંડા વડે ઈટથી માર મારવાની વાત તો ઠીક પરંતુ મહિલાઓએ અપહૃતના ગુપ્ત ભાગે ચીમટા ભરી ક્રૂરતાની હદ વટાવતાં મામલો ચકચારી બન્યો હતો. દોડતી થયેલી પોલીસે ૧૧ વિરુદ્ધ ગુનો નોંધી સાત પુરુષોની ધરપકડ કરી હતી.

    રાંદેર વિસ્તારમાં રહેતા યુવકે એક વર્ષ અગાઉ ભેંસાણ રોડ પર રહેતી રાજસ્થાની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. યુવતીના પરિવારજનો આ લગ્નને સ્વીકૃતિ આપે તેમ નહિ હોવાથી યુવક અને યુવતી ભાગી ગયા હતા. લગ્નના બંધનમાં બંધાઈ ગયેલું આ યુગલ એક વર્ષ બાદ પોતાના ઘરે પરત ફર્યું હતું. બંને યુવકના ઘરે રહેવા વાગ્યા હતા. યુવતીના પરિજનો આ વાતને ભૂલ્યા ન હતા અને બદલો લેવા માટે અધીરા બન્યા હતા. યુવક મળતો નહિ હોઈ તેની માતાને ટાર્ગેટ કરાઈ હતી.

    મંગળવારે સવારે અગિયાર વાગ્યે પાલ ગૌરવપથ રોડ કેર એન્ડ ક્યોર હોસ્પિટલ બહારથી યુવકની માતાનું એક કારમાં અપહરણ કરી જવાયું હતું. અપહરણ કરી યુવતીનાં માતા-પિતાના ઘરે અંબિકાનગર લાવવામાં આવી હતી. અહીં ઘરના સાત પુરુષો અને ચાર મહિલાઓ આ મહિલા પર તૂટી પડી હતી. લાકડાના ડંડા, પ્લાસ્ટિકની પાઈપ અને ઈટ વડે સોસાયટીમાં જાહેરમાં ઊભી રાખી તેને માર મારવામાં આવી હતી. ઘરની મહિલાઓ પણ તેમાં સામેલ થઇ હતી.

    આ મહિલાઓએ ક્રૂરતાની હદ વટાવી તાલિબાની સજા આપતા હોય તેમ જાહેરમાં યુવકની માતાને ગુપ્ત ભાગે ચીમટા ભરી અપમાનિત કરી હતી. અપહૃતની બહેન અને પરિવારના બીજા સભ્યો ત્યાં દોડી ગયા હતા અને પોલીસ કંટ્રોલ રૂમમાં મદદ માટે કોલ કર્યો હતો.

    ધરપકડ કરાયેલા આરોપીઓ : ૧. રાજેશ સરદાર ઔડ (માધવપાર્ક, પાલનપોર રોડ) ૨. જગદીશ સરદાર ઔડ (અંબિકાનગર, ભેંસાણ રોડ) ૩. દીપક સરદાર ઔડ (અંબિકાનગર, ભેંસાણ રોડ) ૪. જતીન નટુ ઔડ (ગ્રોમ સોસાયટી, માસમા) ૫. નિખિલ નટુ ઔડ (ગ્રોમ સોસાયટી, માસમા) ૬. સાહિલ નટુ ઔડ (ગ્રોમ સોસાયટી, માસમા) ૭. શુભમ દિનેશ રાઠોડ (અંબિકાનગર), વાસંતબેન, ઉર્મિલાબેન, ઉપા અને રેખાબેનને વોન્ટેડ બતાવાઇ હતી.

    surat Surat News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Surat:અંજલિએ આપઘાતની ગોઝારી રાતે અઢી કલાકમાં કર્યાં હતાં ૨૩ કોલ

    June 12, 2025
    સુરત

    Surat ના વૃદ્ધને ’ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. ૧૬ લાખ ખંખેર્યાઃ ભાવનગરના બાસ્કેટ બોલ પ્લેયર સહિત ૩ ઝડપાયા

    June 9, 2025
    સુરત

    Surat માં ઈનચાર્જ શાસનાધિકારીને મહેકમ વિભાગમાં પર્સનલ ઓફિસરનો વધારાનો ચાર્જ સોંપાયો

    June 5, 2025
    સુરત

    Surat: ટ્રકચાલકે મોપેડ પર જતી યુવતીને કચડી નાખતાં મોત

    May 31, 2025
    સુરત

    Surat ની અઠવા પોલીસે લુંટેરી દુલ્હનની ટોળકી પકડી પાડી

    May 30, 2025
    સુરત

    રોડ અકસ્માતમાં અભિનંદન મુનિ કાળધર્મ પામતાં સમસ્ત જૈન સમાજ સાધુઓની સુરક્ષા પ્રત્યે ચિંતિત

    May 30, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ઇંગ્લેન્ડ સામે રમનારી ભારતીય વિમેન્સ ટીમમાં Radha Yadav સામેલ

    June 13, 2025

    Reliance Industries એશિયન પેઈન્ટ્‌સમાં ૩.૬૪ ટકા હિસ્સો રૂ.૭૭૦૩ કરોડમાં વેચ્યો

    June 13, 2025

    Vegetable oil ની આયાત મે મહિનામાં સતત ૬ઠ્ઠા મહિને ઘટી

    June 13, 2025

    વિમાન દુર્ઘટનામાં વિમાનનું લોખંડ પણ પીગળી ગયું, પણ Bhagavad Gita સુરક્ષિત રહી

    June 13, 2025

    હું ચેક-ઇન ગેટ પર ૧૦ મિનિટ મોડી પહોંચી, પણ તેમણે મને જવા ન દીધી,બચી ગઇ,Bhumi Chauhan

    June 13, 2025

    Resident doctors અકસ્માત પછી પોતાનો સામાન લેવા માટે સ્થળ પર પાછા ફર્યા

    June 13, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ઇંગ્લેન્ડ સામે રમનારી ભારતીય વિમેન્સ ટીમમાં Radha Yadav સામેલ

    June 13, 2025

    Reliance Industries એશિયન પેઈન્ટ્‌સમાં ૩.૬૪ ટકા હિસ્સો રૂ.૭૭૦૩ કરોડમાં વેચ્યો

    June 13, 2025

    Vegetable oil ની આયાત મે મહિનામાં સતત ૬ઠ્ઠા મહિને ઘટી

    June 13, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.