Jamnagar,તા.6
કેન્દ્રીય અંદાજપત્રમાં તાજેતરમાં 6303 કરોડના ખર્ચે 87 રેલ્વે સ્ટેશનોનો અમૃત ભારત સ્ટેશન તરીકે વિકાસ કરવા આયોજન થયું છે. જેમાં દ્વારકા જામનગર જિલ્લાના આઠ સ્ટેશનોનો આ કરોડોની યોજનામાં સમાસેશ હાલારના સાંસદ પૂનમબેન માડમના પ્રયાસોથી થતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે.
જે આઠ સ્ટેશનોનો અમૃત ભારત રેલ્વે સ્ટેશનમાં સમાવેશ થયો છે તેમાં દ્વારકા જિલ્લાના દ્વારકા મીઠાપુર, ભાટિયા અને ખંભાળીયાનો સમાવેશ થયો છે. જ્યારે જામનગર જિલ્લાના જામ જોધપુર, હાપા જંકશન, કાનાલુસ જંકશન તથા જામ વંથલી રેલ્વે સ્ટેશનોનો સમાવેશ થાય છે.
ફેબ્રુઆરી 2023માં સ્ટેશનોના પુન: વિકાસ માટે અમૃત ભારત રેલ્વે સ્ટેશન યોજના શરૂ થઈ હતી. જે 24470 કરોડથી વધુના ખર્ચની છે જેમાં 6303 કરોડની યોજનામાં 87 સ્ટેશનોમાં દ્વારકા જામનગરના આઠનો સમાવેશ થયો છે.સાંસદ પુનમબેન માડમની રજુઆતને સફળતા મળી છે.
આ અમૃત ભારત સ્ટેશન યોજનામાં સ્ટેશનના પુન: વિકાસમાં પ્રતિભા વિસ્તારો, મફ્ત વાઈફાઈ, લિફ્ટ તથા એસ્વેટર સુવિધા, સ્વચ્છતા, સ્થાનિક ઉત્પાદનો માટે કિયોસ્કની સ્થાપના, પેસેન્જર માહિતી પ્રણાલી, બિઝનેસ મિટિંગ જગ્યા એક્ઝિક્યુટિવ લાઉન્ડ સહિતની સુવિધાઓનો સમાવેશ આ યોજનામાં થાય છે.