Surendranagar, તા.19
સુરેન્દ્રનગરમાં ચોરીની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે ત્યારે હિતાબેન પ્રકાશભાઇ મલુકચંદભાઇ શાહ સુરેન્દ્રનગર જીનતાન રોડ, કોંઢની વાડી સામે, 7-ઇશ્વરનગર સોસાયટી જી. સુરેન્દ્રનગર નાએ ફરિયાદ નોંધાવેલ છે કે, તા.14/08/2025 થી તા.09/11/2025 કલાક 14/30 વાગ્યાના અરસામાં ગમે તે સમયે સુરેન્દ્રનગર જીનતાન રોડ, કોંઢની વાડી સામે, 7-ઇશ્વરનગર સોસાયટી જી. સુરેન્દ્રનગર આરોપી કોઇ અજાણ્યા ચોર ઇસમે તા.14/08/2025 થી તા.09/11/2025 કલાક 14/30 વાગ્યાના અરસામાં ગમે તે સમયે ફરિયાદીના મકાનમાં રીનોવેશન ચાલુ હોય તે મકાનમાં પ્રવેશ કરી મકાનના બીજા માળેથી લોખંડના કબાટ તથા સ્લાઇડર કબાટનું તાળુ ખોલી તેમાં રાખેલ અલગ અલગ સોનાના દાગીના વજન આશરે 249.21 ગ્રામ કિં.રૂા.3,36,250/- તથા અલગ અલગ ચાંદીના દાગીના વજન આશરે 1023.6 ગ્રામ કિં.રૂા.32,910/- તથા ઇમીટેશનની વસ્તુ કિં.રૂા.1,000/- તથા રોકડા રૂા.30,000/- મળી કુલ રૂા.4,00,160/- ની ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા બાબત. આ બનાવની તપાસ ઇન્ચાર્જ પો.ઇન્સ બી.એલ.ઝાલા સુરેન્દ્રનગર સીટી બી ડીવી. પો.સ્ટે. નાઓને સોંપવામાં આવી છે.
Trending
- Dhanush ના મેનેજર પર કાસ્ટિંગ કાઉચનો ટીવી એકટ્રેસ માન્યાનો આરોપ
- Huma Qureshi: બોલીવૂડમાં અડધોઅડધ લોકોને હિંદી નથી આવડતું
- Ranveer ની ધુરંધર પણ બે ભાગમાં રીલિઝ કરાશે
- Vikram Bhatt સામે 30 કરોડની છેતરપિંડીની પોલીસ ફરિયાદ
- ગુજરાતના જંગલોમાં Kangana Ranaut ની એડવેન્ચર સફર
- જાણીતા સિંગરનું 34 વર્ષની વયે નિધન થતાં ફેન્સ સ્તબ્ધ!
- Salma and Salim Khan ની 61મી વેડિંગ એનિવર્સરી
- Morbi કાવેરી સિરામીક પાસે મારામારીમાં ઘવાયેલ યુવાનને રાજકોટ ખસેડાયો

