Jamnagar તા.7
જામનગરમાં હઝરત ઈમામ હુશેન અને કરબલાના શહિદોની યાદમાં મનાવવામાં મહોરમ દરમ્યાન મુસ્લીમ બીરાદરો દ્વારા બનાવાયેલા કલાત્મક તાજીયાઓ પડમાં આવ્યા બાદ આજે તાજીયાઓના જુલૂસ નિકળતા મેઘરાજાના અમીછાંટણા સાથે જુલસે પરંપરાગત રૂટ પર ફરીને દરબારગઢ ખાતે એકઠા થયા હતા.
દેશભરમાં પ્રખ્યાત તાજીયા જામનગરમાં શહેરના જુદા જુદા વિસ્તારો તેમજ બેડી,જોડીયાભુંગા વિસ્તારોમાં દર વર્ષે કલાત્મક તાજીયાઓ બનાવવામાં આવે છે.100થી વધુ તાજીયા કમિટીઓ દ્વારા મહિનાઓની મહેનતથી તાજીયાનું ભારે આસ્થાથી સર્જન કરે છે.
ગઈકાલે પરંપરાગત રીતે શહેરના ચાંદી બજારમાં ચાંદીનો તાજીયો પડમાં આવ્યા બાદ તમામ કલાત્મક તાજીયા યા હુશેનના નારા સાથે પડમાં આવ્યા હતા. મુસ્લીમ બીરાદરો કરબલાના મહાન શહીદોને યાદ કરીને માતમ મનાવવા સાથે અંજલી અર્પણ કરી હતી.
જામનગરમાં કોઈ અનિચ્છનિય બનાવ બનાવવા ઉપર પ્રતિબંધાત્મક જાહેરનામ ભાગના મુસ્લિમ બિરાદરો તેમજ તાજીય હતું. પરંતુ અમુક તાજીયાઓ 9 ફુટથી જામનગરમાં શનિવારે પઢણી વાડ,રતનબાઈ મસ્જીદ વિસ્તાર, ખોજાગેઈટ, ત્રણબત્તી, બેડીગેઈટ, સેન્ટ્રલ બેંક, બેડી, ધરારનગર, જોડીયા-ભુંગા સહિતના વિસ્તારોમાં તાજીયા પડમાં આવ્યા.
બાદ આજે દરબારગઢ સર્કલમાં તાજીયાઓ એકઠા થયા હતાં અને પરંપરાગત રુટ પર જુલૂસરુપે તાજીયા ફેરવવામાં આવ્યા હતાં. તાજીયાના જુલુસ દરમ્યાન મેઘરાજાએ પણ અમીછાંટણા કર્યા હતા. તો જુલૂસના રૂટ પર સેવાભાવીઓ દ્વારા પાણી-શરબત, આઈસ્ક્રીમ અને અન્ય સેવાઓની વ્યવસ્થા કરવામાં આવી હતી.
સિટીએના સ્ટાફે તાજીયાના બંદોબસ્તમાં ખાસ ડ્રેસ પહેર્યો:-
જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ નિકુંજસિંહ ચાવડા દ્વારા સર્વલન્સ ટીમને મોહરમના તહેવાર દરમ્યાન બ્લેક ટી-શર્ટ અને બોડી કેમેરા સાથે ચુસ્ત બંદોબસ્તમાં જોડાયા હતાં.