Vadodaraતા.21
સમતા વિસ્તારમાં ઈમારત ધરાસાયીની ઘટનામાં આજે સવારે મ્યુ. કમિશનરએ વિઝીટ કર્યા બાદ હવે સમગ્ર શહેરમાં આવેલી ઈમારતોની ફાયર સુરક્ષા મામલે બેઠક બોલાવી જરૂરી સુચના આપશે તથા જર્જરિત મકાનોમાં રહેતા લોકોને સ્થળાંતરની પણ અપીલ કરી છે.
શહેરના સમતા વિસ્તારમાં આવેલ સૂર્યકિરણ ઈમારત રવિવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ ધરાશયી થતા વિસ્તારમાં ગભરાટનો માહોલ છવાયો હતો. અને મોટી સંખ્યામાં ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી. સ્થાનિકોનો આક્ષેપ છે કે, ઈમારતમાં રીનોવેશનના કારણે દુર્ઘટના ઘટી હોવાનું જણાય છે. હાલ સ્થળ પરથી કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે આજે સવારે વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ આજે સવારે ઘટના સ્થળે પરિસ્થિતિનો તાગ મેળવવા પહોંચ્યા હતા. આ દરમ્યાન તેઓએ જણાવ્યું છે કે, લોકોની અફવાથી નહીં પણ પરંતુ, ટેકનિકલ પાસાથી ખાતરી કરીશું કે, ઈમારત ખરેખર કઈ રીતે ધરાસાયી થઈ, સમગ્ર શહેરમાં આવેલી ઇમારતોમાં ફાયર એનઓસી અને ફાયર સેફ્ટી અંગે બેઠક બોલાવી જરૂરી સુચના આપવામાં આવશે, આ ઈમારત જર્જરીત હોવાથી કોર્પોરેશનને અગાઉ ત્રણ વખત નોટિસ આપી હતી, મકાન વર્ષો જૂનું હોવાથી તેમાં રહેતા લોકોની લાગણી જોડાયેલી હોય છે, પરંતુ જોખમી જણાય તો મકાન ખાલી કરી દેવું જોઈએ.