Jamnagar તા.19
જામનગર માં લાલવાડી વિસ્તારમાં આવેલી આવાસ યોજના ના મકાનો માં નગરપાલિકા દ્વારા આજે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.ખાસ કરી ને અહીં કેટલા વપરાશકર્તાઓ રહે છે. તેની યાદી તૈયાર કરવામાં આવી હતી.
જામનગર ના લાલવાડી વિસ્તાર માં જામનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળ દ્વારા આવાસ યોજના અન્વયે મકાનો નું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ આવાસ યોજનાનું નિર્માણ આશરે ૨૦ વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું. જામનગર મહાનગરપાલિકાની સ્લમ શાખા ના અધિકારી અશોક જોષી ની આગેવાનીમાં અલગ-અલગ ટીમો દ્વારા આજે આ આવાસ યોજનાના મકાનોમાં સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ખાસ કરીને કેટલા મકાનો ખાલી છે, અને કેટલા મકાનો માં લોકો વસવાટ કરી રહ્યા છે. તેની યાદી તૈયાર કરવામાં આવી હતી.આ આવાસ યોજનામાં કેટલાક મકાનો જર્જરિત હાલત માં છે. આથી તેમાં રહેતા લોકો ને સલામત સ્થળે ખસી જવા અથવા મકાન ને સેઇફ સ્ટેજે લઈ જવા ની પણ સુચના આપવામાં આવી હતી.