Morbi,તા.15
મોરબી મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક તા. ૧૮ જુલાઈના રોજ બપોરે 3 કલાકે સભા ખંડ, ત્રીજો માળ, ઇસ્ટ ઝોન કચેરી, મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહ, રેલ્વે સ્ટેશન રોડ મોરબી ખાતે મળશે
જે સંકલન સમિતિ બેઠકમાં તમામ સભ્યો, પદાધિકારીઓ અને અધિકારીઓને સમયસર ઉપસ્થિત રહેવા જાણ કરવામાં ઈ છે બેઠકમાં મહાનગરપાલિકાની તમામ શાખા અધ્યક્ષોને સમગ્ર વિગત સાથે ઉપસ્થિત રહેવું અને અનિવાર્ય કારણોસર ગેરહાજર રહેવાનું થાય તો મ્યુનીસીપલ કમિશ્નરની અગાઉ અનુમતિ મેળવ્યા બાદ જ પ્રતિનિધિને હાજર રાખવા અન્યથા જાતે હાજર રહેવા સુચના આપવામાં આવી છે સંકલન સમિતિ બેઠકમાં એજન્ડા સંબંધિત શાખા કક્ષાએ થયેલ કાર્યવાહીની પ્રશ્ન. ફરિયાદ રજુ કરનાર પદાધિકારી અને અધિકારીએ સંકલન સમિતિ બેઠક અગાઉ અહેવાલ મોકલવો તથા બેઠકમાં પ્રશ્ન ફરિયાદ સંબંધિત જરૂરી સાધનિક કાગળો સાથે હાજર રહેવું તેમ યાદીમાં જણાવ્યું છે