Morbi,તા.27
આખી રાત બિલ્ડીંગના રહીશો ગરમીમાં શેકાતા રહ્યા, વૃદ્ધોએ હાલાકી ભોગવી
મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ ધડાધડ કામગીરી કરવામાં આવી રહી છે દબાણ હટાવો કામગીરીથી લઈને જર્જરિત ઈમારતો અંગે પણ કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ તંત્રની કામગીરી ક્યારેક નાગરિકોને હેરાનગતિમાં નાખતી હોય છે આવી જ સ્થિતિ વ્રજવાટિકા બિલ્ડીંગમાં જોવા મળી હતી જ્યાં રાત્રીના વીજ કનેક્શન કાપી નાખવામાં આવતા રહીશો પરેશાન થયા હતા
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના જર્જરિત બિલ્ડીંગને નોટીસો આપી કામગીરી કરવા સુચના આપી હતી જેમાં વ્રજવાટિકા બિલ્ડીંગને પણ નોટીસ આપવામાં આવી હતી અને ગત રાત્રીના ૧૧ વાગ્યાના અરસામાં મહાનગરપાલિકાની સુચનાથી વીજ તંત્રએ વીજ કનેક્શન કાપી નાખ્યું હતું મહાનગરપાલિકા દ્વારા વ્રજવાટિકા એપાર્ટમેંત G ના પ્રમુખ ભાવેશભાઈ હરગોવિંદભાઈ પારેખને નોટીસ પાઠવી જણાવ્યું હતું કે જર્જરિત બાંધકામને નોટીસ આપવામાં આવી હતી જેમાં સ્ટ્રકચર સ્ટેબીલીટી રીપોર્ટ રજુ કરેલ જેથી અંદર દર્શાવ્યા મુજબ રેટ્રો ફીટીંગની ડીઝાઈન મુજબ રેટ્રો ફીટીંગનં કામ ૧૦ દિવસની અંદર ચાલુ કરી ૧ માસમાં પૂર્ણ કરવાનું રહેશે
તેમજ બાજુમાં F બિલ્ડીંગ સ્ટ્રક્ચર જોઈન્ટ છે તેમાં કોઈ નુકશાન કે ડીમોલીશન થાય તો આપના બિલ્ડીંગને નુકશાન થાય કે નહિ તે અંગે રજુ કરેલ રીપોર્ટમાં કોઈ ઉલ્લેખ નથી જે અંગે ખુલાસો કરવા અને ફાયર NOC રજુ કરવા જણાવ્યું હતું જે નોટીસ આપ્યા બાદ તંત્રએ વીજ કનેક્શન કાપી નાખ્યું હતું જોકે બિલ્ડીંગના રહીશોના જણાવ્યા મુજબ નોટીસ પીરીયડ ૬ જુલાઈના રોજ પૂર્ણ થાય છે તે પૂર્વે જ વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે અને રાત્રીના ૧૧ વાગ્યાના અરસામાં વીજ કનેક્શન કાપી નાખ્યું હતું જેથી તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા આ મામલે મ્યુનીસીપલ કમિશ્નર અને ડેપ્યુટી કમિશ્નરનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ ફોન રીસીવ થયો ના હતો