Jamnagar તા ૨૬,
જામનગર મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વામ્બે આવાસ દિગ્જામ સર્કલ પાસે આવેલ શાળા નંબર ૨૨-૩૩ માં શાળા પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ માં મ્યુનિ. કમિશ્નર ડી.એન. મોદી, આસી. કમિશનર ભાવેશભાઈ જાની, શહેર ભાજપના પૂર્વ મહામંત્રી પ્રકાશભાઈ બાંભણીયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના શાસનાધિકારી ફાલ્ગુની પટેલ તેમન સ્થાનિક નગર સેવક સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.આ તકે આંગણવાડી અને પહેલા ધોરણમાં પ્રવેશ મેળવતા વિધાર્થીઓને ઉત્સાહભેર પ્રવેશ આપ્યો હતો. ઉપરાંત વર્ષ દરમિયાન અભ્યાસ માં સારા ગુણ મેળવનાર વિધાર્થીઓને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.સમગ્ર શાળા પ્રવેશ કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ અગ્રણીઓ દ્વારા શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.