Rajkot,તા.૨૩
રાજકોટના સરધારમાં રહેતા ભૂતપૂર્વ ઉપ સરપંચની ક્રૂર હત્યાએ ચકચાર મચાવી દીધી છે. ભૂતપૂર્વ ઉપ સરપંચ હરેશ સાવાણી ગોંડલ રોડ પર ગામની સીમમાં તેમની વાડી પર હતા તે સમયે તેમની હત્યા કરવામાં આવી હતી. તે સૂતા હતા ત્યારે જ તેમના પર ત્રિકમના ઘા ઝીંકીની હત્યા કરવામાં આવી હતી. નાયબ સરપંચની ઘાતકી હત્યાએ આખા ગામમાં સોંપો પાડી દીધો છે. તેમનું કુટુંબ જ નહી આખું ગામ શોકમગ્ન છે.
આ હત્યાને લઈને રાજકોટ ગ્રામ્ય પોલીસ પણ વિચારમાં પડી ગઈ છે, ગામના ઉપ સરપંચની હત્યા થાય એટલે મોટાપાયા પર રાજકીય દેકારો થવાનો જ. આ વાત પોલીસ સારી રીતે જાણે છે તેથી તેણે એકદમ વૈજ્ઞાનિક ઢબે તેની તપાસ આરંભી છે. હરેશ સાવાણીનો મૃતદેહ ખાટલા પર લોહીલુહાણ સ્થિતિમાં મળી આવ્યો હતો. આ ઘટનાની માહિતી મળતા જ આજી ડેમ પોલીસ ટુકડી ઝડપથી ત્યાં પહોંચી ગઈ હતી. પોલીસે તેની તપાસમાં જોયું કે આ વાડીએ કામ કરનાર રાજસ્થાની મજૂર લાપતા હતો. પોલીસે તે મજૂર ક્યાંનો હતો તેની તપાસ પણ જારી કરી છે.
રાજકોટના સરધાર ગામની સીમમાં પોતાની માલિકીની જ વાડીમાંથી માલિકનો મૃતદેહ મળી આવતા પોલીસ પણ વિચારમાં પડી ગઈ છે. આ મૃતદેહ ભૂતપૂર્વ સરપંચ હરેશ સાવાણીનો નીકળતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. તેણે પહેલા તબક્કામાં તો રાજસ્થાની મજૂરને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ૫૨ વર્ષના સાવાણીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ પરથી મૃતકના મોતનો સચોટ ખ્યાલ આવશે તેમ માનવામાં આવે છે.
તેઓ ઉપસરપંચ હતા તે સમયે સરધારની સહકારી મંડળીમાં ડિરેક્ટર રહી ચૂક્યા હોવાનું પણ જાણમાં આવ્યું છે. તેઓ ગામની વાડીએ હતા તે સમયે જ કોઈએ તેમને મુશ્કેટાટ પકડી તેમની હત્યા કરવાનું હોવાનું મનાય છે. પોલીસને આમા લૂંટ અને અંગત અદાવત બે મહત્વના કારણ ધરાવે છે. હરેશ સાવાણી પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા. તે સામાજિક કાર્યોમાં આગળ રહીને કામ કરવા માટે જાણીતા હતા. તેમની હત્યાએ અનેક સવાલો ઊભા કર્યા છે.
તેઓ સરધારની સહકારી મંડળીમાં ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે. ત્રણ ભાઈઓના કુટુંબમાં તે સૌથી મોટા છે. તેઓ સેવાકીય કાર્યોમાં અગ્રણી હતા અને સામાજિક આગેવાન હતા.