Bhavnagar તા.3
ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં છેલ્લા સાતેક દિવસ દરમિયાન નાના મોટા દરોજ અકસ્માત થયા છે.જેમાં મહુવા નો મુસ્લિમ પરિવાર નો અકસ્માત ખુંટિયા સાથે થતા એક નવ વાર્ષિક બાળક નું મૃત્યુ થયું છે.સાત વ્યક્તિ ઘાયલ થતા મહુવા વધુ સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.
ભાવનગર મહુવા સુધીના નેશનલ હાઇવે પર સૌથીવધુ રખડતા ખૂંટીયા,કુતરા નો ત્રાસ છે. તળાજા આસપાસ અને ખાસ કરીને ધારડી ગામ નજીક.નેશનલ હાઇવે ઓથોરિટી ની બેદરકારી ના કારણે અહીંથી ખુંટિયાઓ ને હટાવાતા નથી જેને લઈ વર્ષ દરમિયાન અનેક મુસાફરો મોત ને ભેટે છે.આવીજ વધુ એક ઘટનાનો ભોગ મહુવાનો મુસ્લિમ પરિવાર બન્યો છે.
રાત્રીના 9.30 કલાકના સમયગાળા મા કાર નં.જીજે 0-1 આર.એફ-1233 નો ખૂંટીયા સાથે ધારડી નજીક અકસ્માત થતા કાર નો આગળ ના ભાગે થી બુકડો થઈ ગયો હતો. તળાજા108 ને જાણ કરતા 7 જેટલા ઇજાગ્રસ્ત ને સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.જેમાં ઉસ્માનગની એજાજભાઈ ઉ.વ 9 ને તબીબે મૃત જાહેર કરેલ હતો.
અતિજા એજાજભાઈ એદૃશી,એજજભાઈ સાલેમિયા,બિલાલ એજાદબાપુ,નેમદ અલીભાઈ,અલીભાઈ અમીનભાઈ,સિકરા અલીભાઈ બગોત ને નાની મોટી ઇજાઓ થતા વધુ સારવાર માટે મહુવા લઇ જવામાં આવ્યા હતા.ખૂંટીયો પણ સ્થળ પરજ મૃત્યુ પામ્યો હતો.
જવાબદારી નેશનલ.હાઇવે પર પશુઓ સાથે વાહન અથડાઈ ને થતા ગોઝારા અકસ્માત ને લઈ નોર્દોષ લોકો તેમાંય અમુક તો ઘર-પરિવાર નો આધાર સ્તંભ છે તેવા લોકો મોત ને ભેટે છે.નેશનલ હાઇવે પર પશુઓ અડીંગો ન જમાવે તે માટે એજન્સીઓ નિમેલી હોય છે તેની બે જવાબદારી ના પાપે પશુઓ સાથે નિર્દોષ મુસાફરો કમોતે મરે છે.આથી અકસ્માત ને લગતી જવાબદારી ફિક્સ કરી તેઓની સામે ફૌજદારી કાર્યવાહી થવી જોઈએ તેવી લાગણી છે.

