New Delhi,તા.14
અમેરિકા દ્વારા રશિયા પાસેથી ક્રુડતેલ ખરીદવા મુદે ભારત પર લાદેલા જંગી ટેરિફની અસર ગુજરાતના વાડીનાર બંદરે આવેલી રશિયન ઓઈલ કંપની નાયરા એનર્જી પર દેખાવા લાગી છે અને 2021 પછી પ્રથમ વખત નાયરાએ તેનું ક્રુડતેલ શીપમેન્ટ યુરોપનાં દેશોના બદલે ચીન ભણી રવાના કર્યુ છે.
ચીન એ રશિયાનું ક્રુડતેલ ખરીદવાનું સૌથી મોટુ ગ્રાહક છે અને હવે રશિયન કંપની ભારત કે અન્ય દેશોને જો ક્રુડતેલ કે પેટ્રોલિયમ પ્રોડકટ વહેંચે તો 50 ટકા જેટલા ટેરિફ આવી શકે છે તે વચ્ચે હવે ચીન એ રશિયા સાથે સોદો કર્યો છે.
4.96 લાખ બેરલ ક્રુડતેલ લઈને ઓઈલ ટેન્કર તા.18ના રોજ વાડીનારથી ચીન જવા રવાના થઈ ગયુ છે અને ભવિષ્યમાં પણ તે ચીનને જ હવે આ પેટ્રોલીયમ પ્રોડકટ વેંચશે તેવા સંકેત છે.
જો કે નાયરા માટે આ એક મુશ્કેલ ઘડી હશે. તેને વાડીનાર રિફાઈનરીમાં પ્રોડકશન ઘટાડવુ પડે તેવી શકયતા છે. બીજી તરફ સ્ટેટ બેન્ક સહિતની મોટી ભારતીય બેન્કોએ પણ નાયરાના આંતરરાષ્ટ્રીય વિદેશી ચલણ અને વ્યાપારીક કરારમાં જોડાવાનું બંધ કરી દીધું છે.