Gandhinagar,તા.૩૦
ગાંધીનગરમાં સેક્ટર ૨૪માંથી મહિલા પોલીસ કર્મીનો મૃતદેહ મળી આવ્યો છે. આ મહિલા પોલીસકર્મી અમદાવાદમાં ફરજ બજાવે છે. હાલ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગર સેક્ટર ૨૪ માંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. ઘરનો દરવાજો બહારથી બંધ હતો, અને લાશ અંદર હતી. ગાંધીનગર પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે, આ મહિલા પોલીસમાં ફરજ બજાવે છે. તે અમદાવાદ પોલીસ શાહીબાગ પોલીસ મથકમાં કાર્યરત છે. ગાંધીનગર પોલીસ અને એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
મૃત્યુ પાછળ ના કારણો જાણવા એફએસએલની મદદ લેવાઈ છે. જોકે, ચોંકાવનારી બાબત એ છે કે, નગ્ન અવસ્થામાં યુવતીનો મૃતદેહ મળ્યો હતો. યુવતીના શરીર પર ઈજાના નિશાન મળી આવ્યા છે. જેમાં યુવતીની હત્યા થઈ હોવાનો પ્રાથમિક અંદાજ છે. યુવતી અમદાવાદ શાહીબાગ પોલીસ મથકમાં ફરજ બજાવે છે. પોલીસ એફએસએલની મદદથી મૃત્યુ સંદર્ભે તપાસ કરી રહી છે. હાલ ગાંધીનગર પોલીસે તપાસ શરૂ કરી છે.

