Gondal તા.28
ગોંડલના મોવિયા રોડ પર રુપાવટી પુલ નજીક નર્મદા નાં પાણી ની પાઇપલાઇન તુટતા 50 ફુટ ઉંચો ફુવારો છુટ્યો હતો. અને હજારો લીટર પાણીનો વેડફાટ થવા પામ્યો હતો. ઘટનાની જાણ થતાં પાણી પુરવઠાની ટીમે સ્થળ પર દોડી જઈ મુખ્ય લાઈનમાં પાણીનો પ્રવાહ બંધ કર્યો હતો.
પરંતુ પાઈપલાઈનમાં રહેલો પાણીનો જથ્થો ખાલી ન થાય ત્યાં સુધી પાણી પ્રવાહ ચાલુ રહ્યો હતો.એકબાજુ ગોંડલ પંથક માં ભારે વરસાદ વરસી રહ્યો છે.ત્યારે પાણીની લાઈનમાં ભંગાણ થતા પાણી નો જથ્થો આસપાસના ખેતરો અને રસ્તાઓ પર ભરાતા જળબંબાકાર હાલત થતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો હતો.