Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભૂતપૂર્વ ભાભી દ્વારા Hansika Motwani પર ક્રૂરતાનો આરોપ, બોમ્બે હાઈકોર્ટે અરજી ફગાવી દીધી

    September 13, 2025

    Amal Malik પર છોકરીને ધક્કો મારવાનો આરોપ, ભાઈ અરમાનની પ્રતિક્રિયા

    September 13, 2025

    Bigg Boss ના ઘરમાં માત્ર ૨૦ દિવસમાં મોટો ખેલ ખેલાયો છે, શું ૧ નહીં પણ ૨ સ્પર્ધકો બહાર થશે?

    September 13, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભૂતપૂર્વ ભાભી દ્વારા Hansika Motwani પર ક્રૂરતાનો આરોપ, બોમ્બે હાઈકોર્ટે અરજી ફગાવી દીધી
    • Amal Malik પર છોકરીને ધક્કો મારવાનો આરોપ, ભાઈ અરમાનની પ્રતિક્રિયા
    • Bigg Boss ના ઘરમાં માત્ર ૨૦ દિવસમાં મોટો ખેલ ખેલાયો છે, શું ૧ નહીં પણ ૨ સ્પર્ધકો બહાર થશે?
    • Nepal માં યુવાનોનો ગુસ્સો,દક્ષિણ એશિયાનું બળવાખોરી અને રાજકારણ-એક આંતરરાષ્ટ્રીય વિશ્લેષણ
    • 14 સપ્ટેમ્બર, હિંદી દિવસ
    • દયાળુ રાજા રન્તિદેવ જે જન ઈચ્છે બીજાનું સુખ તો તેમને ક્યારેય નહિ આવે દુઃખ..
    • તંત્રી લેખ…દરેક મતદારની ચકાસણી જરૂરી છે
    • Delhi High Court ઐશ્વર્યા રાયની અરજી માન્ય રાખી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»અવકાશયાનને ૪૩૩ વર્ષ પરમાણુ બળતણ પુરૂ પાડે તેવી ન્યુક્લિયર બેટરીનું NASA એ પરીક્ષણ કર્યું
    આંતરરાષ્ટ્રીય

    અવકાશયાનને ૪૩૩ વર્ષ પરમાણુ બળતણ પુરૂ પાડે તેવી ન્યુક્લિયર બેટરીનું NASA એ પરીક્ષણ કર્યું

    Vikram RavalBy Vikram RavalSeptember 13, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પૃથ્વી પરથી અંતરિક્ષમાં દૂર જતાં સ્પેસક્રાફટને ચલાવવા સૌર ઉર્જા ઉપરાંત બળતણના અન્ય સ્રોતની જરૂર પડે છે

    Boston,, તા.૧૩

    નાસાના ગ્લેન રિસર્ચ સેન્ટર અને યુકેની લેસ્ટર યુનિવર્સિટી દ્વારા અમેરિસિયમ  ૨૪૧ નામના આઇસોટોપને પરમાણુ બળતણ તરીકે વાપરવાનું પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. આ બળતણને નવી ટેકનોલોજી ધરાવતાં સ્ટર્લિંગ એન્જિનમાં વાપરવાના અખતરાંઓ કરવામાં આવી રહ્યા છે. જો આ ટેકનોલોજી સફળ થશે તો નાસાના વિજ્ઞાાનીઓ અવકાશમાં લાંબા અંતરે જતાં અવકાશયાનોમાં ન્યુક્લિયર બેટરીઝ બેસાડી તેને ૪૩૩ વર્ષ સુધી કાર્યરત રાખી શકશે. પૃથ્વી પરથી અંતરિક્ષમાં  દૂર સુધી  જતાં સ્પેસક્રાફ્ટ્‌સને ચલાવવા સૌર ઉર્જા ઉપરાંત  અન્ય બળતણના સ્રોતની જરૂર પડે છે. આપણાં  સૂર્ય મંડળની બહાર આવા યાન જાય ત્યારે સૌર ઉર્જા મળતી બંધ થઇ જાય છે. આ સંજોગોમાં અંતરિક્ષયાનને આગળ ધપાવવા અન્ય બળતણ વાપરવાની જરૂર પડે  છે. આ પ્રકારના અંતરિક્ષયાનોમાં રેડિયો આઇસોટોપ થર્મોઇલેકટ્રિક જનરેટર્સ-આરટીજી- અવકાશયાનને બળતણ પુરૂ પાડવામાં મહત્વની ટેકનોલોજી પુરવાર થઇ છે. જેને સામાન્ય ભાષામાં ન્યુક્લિયર બેટરીઝ એટલે કે પરમાણુ બેટરી તરીકે ઓળખવામાં આવે છે. આ ન્યુક્લિયર બેટરીઝ આઇસોટોપનું રેડિયોએક્ટિવ ગલન થાય તેમાંથી વિદ્યુત શક્તિ મેળવે છે. હાલ પ્રાઇમરી આઇસોટોપ પ્લુટોનિયમ ૨૩૮ વપરાય છે જેનું આયુષ્ય ૮૮ વર્ષનું હોય છે.પણ હવે નવું આઇસોટોપ અમેરિસિયમ-૨૪૧ આવ્યું છે જે પ્લુટોનિયમ કરતાં ચારગણી વધારે શક્તિ પુરી પાડે છે.  સ્પેસમાં ઝીરો ગ્રેવિટી વાતાવરણમાં દૂર સુધી જતાં મિશનમાં મુક્ત પિસ્ટનની ડિઝાઇન ધરાવતાં સ્ટર્લિંગ એન્જિન સફળ પુરવાર થયા છે. આ એન્જિનમાં આ આઇસોટોપ અમેરિસિયમ -૨૪૧ને એડવાન્સ કન્વર્ઝન સિસ્ટમમાં સાંકળી લેવાના પ્રયોગો ચાલી રહ્યા છે. જો કે, આ ટેકનોલોજીના પડકારો પણ મોટાં છે. નાસાના સુરક્ષા માપદંડો અનુસાર તે ખરૂ ઉતરવું જોઇએ. વધુમાં તેની ગરમીને વીજળીમાં ફેરવવાની પ્રક્રિયા વિશ્વસનીય અને લાંબો સમય ચાલે તેવી હોવી જોઇએ. આ બધી કસોટીઓમાંથી પાર ઉતરે તો જ આ ટેકનોલોજીનો ઉપયોગ હાથ ધરી શકાશે.આ ટેકનોલોજી સફળ પુરવાર થાય તો બ્રહ્માંડમાં લાંબા અંતરે જતાં મિશનોના ક્ષેત્રમાં મોટું પરિવર્તન આવશે. જેને કારણે માણસજાતની બ્રહ્માંડ વિશેની સમજ પણ વિસ્તરતી જશે. લાંબા સમય સુધી ચાલે તેવા પરમાણુ બળતણથી સજ્જ આ મિશનો દૂરના અવકાશી પિંડો નજીક જઇ તેનો અભ્યાસ કરી શકશે, જે હાલ શક્ય બની શકતો નથી.

    Boston can provide 433 NASA tests nuclear spacecraft
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Panchmahal ની જીએફએલની ગેસ લીકેજની ઘટનામાં બે કર્મચારીઓના મોત

    September 13, 2025
    ગુજરાત

    Dahej ની ઓર્ગેનીક ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ

    September 13, 2025
    રાષ્ટ્રીય

    હાઇકોટ્‌ર્સ નિયમિત અને આગોતરા જામીનનો નિકાલ બે મહિનામાં કરેઃ Supreme Court

    September 13, 2025
    અન્ય રાજ્યો

    SpiceJet ની મુંબઈ ફ્લાઇટનું ટાયર કંડલા એરપોર્ટ પર પડી ગયું!

    September 13, 2025
    રાષ્ટ્રીય

    ૨૧% સાંસદો, ધારાસભ્યોને વારસામાં રાજકારણ મળ્યું : ADR

    September 13, 2025
    આંતરરાષ્ટ્રીય

    Israelની ધમકી છતાં ગાઝાના લોકો મક્કમ, શહેર છોડવા ઈનકાર

    September 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ભૂતપૂર્વ ભાભી દ્વારા Hansika Motwani પર ક્રૂરતાનો આરોપ, બોમ્બે હાઈકોર્ટે અરજી ફગાવી દીધી

    September 13, 2025

    Amal Malik પર છોકરીને ધક્કો મારવાનો આરોપ, ભાઈ અરમાનની પ્રતિક્રિયા

    September 13, 2025

    Bigg Boss ના ઘરમાં માત્ર ૨૦ દિવસમાં મોટો ખેલ ખેલાયો છે, શું ૧ નહીં પણ ૨ સ્પર્ધકો બહાર થશે?

    September 13, 2025

    Nepal માં યુવાનોનો ગુસ્સો,દક્ષિણ એશિયાનું બળવાખોરી અને રાજકારણ-એક આંતરરાષ્ટ્રીય વિશ્લેષણ

    September 13, 2025

    14 સપ્ટેમ્બર, હિંદી દિવસ

    September 13, 2025

    દયાળુ રાજા રન્તિદેવ જે જન ઈચ્છે બીજાનું સુખ તો તેમને ક્યારેય નહિ આવે દુઃખ..

    September 13, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભૂતપૂર્વ ભાભી દ્વારા Hansika Motwani પર ક્રૂરતાનો આરોપ, બોમ્બે હાઈકોર્ટે અરજી ફગાવી દીધી

    September 13, 2025

    Amal Malik પર છોકરીને ધક્કો મારવાનો આરોપ, ભાઈ અરમાનની પ્રતિક્રિયા

    September 13, 2025

    Bigg Boss ના ઘરમાં માત્ર ૨૦ દિવસમાં મોટો ખેલ ખેલાયો છે, શું ૧ નહીં પણ ૨ સ્પર્ધકો બહાર થશે?

    September 13, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.