RAJKOT, તા.25
રાજકોટના યજમાન પદે સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઈન્ડિયા, સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત અને સ્વિમિંગ એસો. દ્વારા આયોજીત રાષ્ટ્રીય કક્ષાની અખીલ ભારતીય શાળાકિય સ્વિમિંગ સ્પર્ધા ગઈકાલે તા.24ને રવિવારે સાંજે 4 કલાકે ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, મેયર નયનબેન પેઢડીયા, જિ.પં. પ્રમુખ પ્રવિણાબેન રંગાણીની ઉપસ્થિતિમાં સ્પર્ધા ખુલ્લી મુકવામાં આવી હતી. આ તકે તમામ રાજયોનાં ખેલાડીઓની માર્ચપાસ્ટ યોજાઈ હતી.

રાજકોટ કોઠારીયા રોડ સરદાર વલ્લભભાઈ પટેલ સ્નાનાગાર ખાતે પ્રારંભ થયેલ અખીલ ભારતીય શાળાકિય સ્વિમિંગ સ્પર્ધામાં અંડર 14, 17, 19 વયની કેટેગરીના 3500 જેટલા છાત્ર સ્પર્ધકો ભાગ લેવા રાજકોટ આવી પહોંચતા રાજકોટમાં સ્વિમિંગ ફીવર છવાયો છે.
આ સ્પર્ધામાં આંધ્રપ્રદેશ, બિહાર, ચંદીગઢ, દિવ, દમણ, ગોવા. દિલ્હી, હરિયાણા, કર્ણાટક, કેરાલા, લક્ષદીપ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણીપુર ઓરીસ્સા, પોંડુચેરી, ઝારખંડ, ચંદીગઢ, પંજાબ, હરીયાણા, રાજસ્થાન, તામીલનાડુ, તેલંગાણા, ત્રિપુરા, ઉત્તરપ્રદેશ, ઉતરાખંડ, વેસ્ટ બેંગોલ, જમ્મુ એન્ડ કશ્મીર, ગુજરાત, ઉપરાંત આઈપી એસસી, આઈબીએસએસઓ, કેવીએચ, સીઆઈએસસીઈ 3500 છાત્ર ભાઈ બહેન સ્વિપરો ડાઈવીંગ સ્વિમિંગમાં ભાગ લઈ રહ્યા છે.
આ સ્પર્ધામાં જુદી જુદી 17 ઈવેન્ટમાં 45 યુનીટના 3500 જેટલા છાત્રો ભાગ લઈ રહ્યા છે. ગઈકાલે પ્રથમ દિને એક ઈવેન્ટમાં ગુજરાતની સ્પર્ધક છાત્ર વેનીકા પારેખને 50 મી. બેસ્ટ સ્ટ્રોકમાં ગોલ્ડ મેડળ મળ્યો હતો.
સ્પર્ધાના ઓર્ગેનાઈઝેશન કમિટીના હેડ અને ડિસ્ટ્રીકટ સ્વિમિંગ કોચ ક્રિષ્નાબેન અને રાજકોટ સ્વિમિંગ પુલના કોચ બંકિમ જોષી, સાગર કકકડના માર્ગદર્શન હેઠળ આ સ્પર્ધામાં દેશભરમાંથી આવેલા 3500 જેટલા સ્વિપર ભાઈ બહેન સ્પર્ધકો સ્વિમિંગ ડાઈવીંગમાં નવો રેકર્ડ પ્રસ્થાપિત કરશે આ સ્પર્ધાનું તા.30મી નવેમ્બરે સમાપન થનાર છે.