New Delhi,તા,29
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ) યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઈ)માં એક મોટું અપડેટ લાવવાની તૈયારી કરી રહ્યું છે. આ યુઝર્સને દર વખતે પિન દાખલ કરવાને બદલે ચહેરાની ઓળખ અને ફિંગરપ્રિન્ટ્સ જેવાં બાયોમેટ્રિક્સનો ઉપયોગ કરી પેમેન્ટ કરવાની મંજૂરી આપશે. આ વાતની પુષ્ટિ ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સે કરી છે.
નવી સુવિધા હાલમાં સમીક્ષા હેઠળ છે અને તેને લાગું કરવા માટે નિયમનકારી મંજૂરીઓની જરૂર પડશે. જાણકારોનું કહેવું છે કે આનાથી યુપીઆઈની સુરક્ષા મજબૂત થશે, કારણ કે પિન ચોરી અને છેતરપિંડીનો વધુ અવકાશ છે.
તેને આગામી 2025 ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં પ્રદર્શિત કરી શકાય છે. આ અપડેટ લાગું થયાં બાદ યૂઝર્સ પિન નાખ્યાં વગર ટ્રાન્ઝેક્શન માટે ફેસિયલ રેકગ્નિશન અને તેમની ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરી શકશે.
સૂત્રોએ પુષ્ટિ આપી છે કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ યુપીઆઈ ઇકોસિસ્ટમના સહભાગીઓ સાથે આ સુવિધાની વિગતો શેર કરી છે, જેથી તેની સમીક્ષા, પ્રતિસાદ અને અમલીકરણ પહેલાની તૈયારીની ખાતરી કરી શકાય. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇ) એક વર્ષથી વધુ સમયથી તેનાં પર કામ કરી રહ્યું છે.
યુપીઆઈને અપડેટ કરવામાં આવશે
♣ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) યુપીઆઇમાં બાયોમેટ્રિક ફીચર માટે મોટું અપડેટ લાવવાની તૈયારી કરી રહ્યું છે.
♣ યુપીઆઈ પેમેન્ટ માટે પહેલાં બાયોમેટ્રિક્સ સેટઅપ કરવા પડશે.