Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part Three

    June 9, 2025

    કોરોના વાયરસ (કોવિડ-૧૯) જૂન ૨૦૨૫ – કોરોનાના આંકડાએ ચોંકાવનારો – ભારત સક્રિય

    June 9, 2025

    પુસ્તકિયું જ્ઞાન વિરુદ્ધ વ્યવહારુ જ્ઞાન

    June 9, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part Three
    • કોરોના વાયરસ (કોવિડ-૧૯) જૂન ૨૦૨૫ – કોરોનાના આંકડાએ ચોંકાવનારો – ભારત સક્રિય
    • પુસ્તકિયું જ્ઞાન વિરુદ્ધ વ્યવહારુ જ્ઞાન
    • પારકી સ્ત્રીના મોહથી બચવાનો ઉપાય
    • ભારતીયો પર Saudi Arabia ની મુસાફરી પર કોઈ પ્રતિબંધ નથી, વિદેશ મંત્રાલય
    • Donald Trump કાયદા અમલીકરણ અધિકારીઓને માસ્ક પહેરેલા વિરોધીઓની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે
    • Kerala ના દરિયાકાંઠે જહાજમાં આગ,નૌકાદળ દ્વારા ૧૮ લોકોને બચાવી લેવામાં આવ્યા
    • કાકીના લગ્નમાં હાજરી આપતી વખતે સગીર છોકરી પર સામૂહિક દુસ્કર્મ , ૮ આરોપીઓની ધરપકડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»National Teachers’ Day આણંદના શિક્ષક વિનય પટેલની નેશનલ ટીચર્સ એવોર્ડ માટે પસંદગી
    ગુજરાત

    National Teachers’ Day આણંદના શિક્ષક વિનય પટેલની નેશનલ ટીચર્સ એવોર્ડ માટે પસંદગી

    Vikram RavalBy Vikram RavalSeptember 4, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar,તા.૪

    “મેં ગ્રામીણ વિસ્તારની શાળા એટલા માટે પસંદ કરી કારણ કે મને અહીં છેવાડાના બાળકોની સેવા કરવાની તક મળે. આચાર્ય તરીકે મને કામ કરવાની વધુ સ્વતંત્રતા મળશે તેથી આ જોબ મેં સ્વીકારી. આજે અહીં હાઈસ્કૂલમાં આયુર્વેદિક ઔષધીય બાગ છે, ડિજીટલ લાઇબ્રેરી અને સ્માર્ટ ક્લાસરૂમ છે અને હાઇસ્કૂલમાં થતા કોઈ પણ કાર્યક્રમમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવતો નથી.” આ શબ્દો છે આણંદના વડદલા ગામની હાઇસ્કૂલમાં ૧૬ વર્ષથી આચાર્ય તરીકે સેવા આપતા શિક્ષક વિનય શશિકાન્ત પટેલના, જેમની નેશનલ ટીચર્સ એવોર્ડ ૨૦૨૪ માટે પસંદગી થઇ છે.

    હાઇસ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોના સર્વાંગી વિકાસ માટે તત્પર વિનયભાઈએ શાળાની માળખાકીય સુવિધાઓને વિકસિત કરવા માટે ઘણા પ્રયાસ કર્યા છે. તેમની શાળાની સુવિધાઓ વિશે જણાવતા વિનયભાઇએ કહ્યું, “અમારી હાઇસ્કૂલમાં અત્યારે ખૂબ જ સુંદર લાઇબ્રેરી છે જે સારામાં સારા પુસ્તકો અને ડિજીટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ છે. ઇન્ટરનેટ કનેક્શન પણ છે જેથી બાળકો પૂરતો અભ્યાસ કરી શકે. અહીં બાળકોની સાથે ગામના વાંચનપ્રેમી લોકો પણ પુસ્તકો વાંચવા આવે છે. અમે એવી વ્યવસ્થા કરી છે કે બાળકોએ અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વાર તો લાઇબ્રેરીમાં જવાનું જ. ”

    બાળકોમાં શાળાના શિક્ષણની સાથોસાથ પ્રકૃતિ પ્રત્યે સમન્વય અને સેવાભાવનાનું ઘડતર થાય તે હેતુથી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. શાળામાં આયુર્વેદની ઔષધિઓમાં ઉપયોગી બને તેવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ કામમાં બાળકો પણ હોંશેહોંશે જોડાય છે. સાથોસાથ વિનયભાઇ કરૂણા અભિયાન અંતર્ગત ઉત્તરાયણના સમયે ગામડાની શેરીઓમાં બાળકોને સાથે લઇ જઇને પતંગના દોરા એકત્ર કરાવી લે છે જેથી પક્ષીઓને નુકસાન ન થાય.

    પર્યાવરણની કામગીરી સાથે ૧૯૯૬થી સંકળાયેલા વિનયભાઇ જણાવે છે,“જે વૃક્ષો ઉગાડ્યા છે, ત્યાં તેની માહિતીના ચાર્ટ પણ રાખ્યા છે, જેથી બાળકોને તેના વિશે માહિતી મળે. મારો જન્મદિવસ હોય ત્યારે તમામ બાળકોને ઔષધીય ગુણોવાળા અલગ અલગ વૃક્ષ ભેટમાં આપું છું. આ રીતે બાળકોનો પ્રકૃતિ સાથે સંવાદ ગહન બને છે. પર્યાવરણનું જતન ખૂબ જરૂરી છે અને તેથી અમારી શાળામાં કોઈ પણ કાર્યક્રમમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ થતો નથી.”

    ગુજરાત સરકારે શિક્ષણ ક્ષેત્રે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અને વિવિધ કાર્યક્રમો થકી બાળકોને શાળા સુધી લાવવાના પ્રયાસો કર્યા છે. સરકારની કામગીરી અંગે વિનયભાઇ કહે છે કે, “સરકારે સ્માર્ટ ક્લાસરૂમની જે ભેટ આપી છે, તે ગામડાના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ છે. તેનાથી બાળકોને ખૂબ જ સારી રીતે શિક્ષણ આપી શકાય છે. લેટેસ્ટ ટેક્નોલોજી સાથે આપણા બાળકો ભણે તે ખૂબ જ જરૂરી છે. સરકારે શરૂ કરેલો શાળા પ્રવેશોત્સવ પણ બાળકોના શિક્ષણ માટે ઘણો સફળ સાબિત થયો છે.”

    વડદલા ગામની પરિસ્થિતિ અંગે જણાવતા વિનયભાઇએ જણાવ્યું કે, “અહીં આવતા મોટાભાગના બાળકો ગરીબ પરિવારમાંથી આવે છે. શરૂઆતમાં અહીં ૮થી ૧૦ ધોરણ સુધી અભ્યાસની સુવિધા હતી. દસમા ધોરણ બાદ આગળના અભ્યાસ માટે દીકરીઓને દૂર મોકલવામાં પરિવારજનોને અનુકૂળતા નહોતી રહેતી. આ પરિસ્થિતિ જોઇને અમે સરકાર સમક્ષ રજૂઆત કરી અને અમને અહીં ખાસ મંજૂરી આપ્યા બાદ વર્ષ ૨૦૧૩થી ૧૧ અને ૧૨ ધોરણ શરૂ કરવામાં આવ્યા હતા. હવે ગામની દીકરીઓ હાઇસ્કૂલનો અભ્યાસ પૂર્ણ કરીને કૉલેજ સુધી પહોંચી છે. એક દિવ્યાંગ બાળકીને અહીં રમતગમતમાં પૂરતી તાલીમ મળવાથી ખેલ મહાકુંભમાં આણંદ જિલ્લામાં તે પ્રથમ ક્રમાંક લાવી છે. આવનારા દિવસોમાં તે રાજ્યકક્ષાએ પણ મોખરે રહેશે તેવો અમને વિશ્વાસ છે. ”

    Anand National Teachers Award National Teachers' Day teacher Vinay Patel
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Surat ના વૃદ્ધને ’ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. ૧૬ લાખ ખંખેર્યાઃ ભાવનગરના બાસ્કેટ બોલ પ્લેયર સહિત ૩ ઝડપાયા

    June 9, 2025
    રાજકોટ

    Rajkot: ધી-કો-ઓપરેટીવ બેંક મહિલાકર્મીઓ સાથે ગ્રાહકનું અશોભનીય વર્તન

    June 9, 2025
    રાજકોટ

    Rajkot: વેપારીને રૂ. 6 લાખની ચાંદી પરત નહિ આપી ઠગાઈ

    June 9, 2025
    ગુજરાત

    Mehsana ના ડભોડા રોડ પરથી ૭ લાખના દારૂ સાથે ૧૧.૫૨ લાખનો મુદ્દામાલ કબજે

    June 9, 2025
    રાજકોટ

    Rajkot:હરભમજીરાજ ગરાસીયા છાત્રાલય દ્વારા મેઇન SP પ્રદિપસિંહ જાડેજા નુ બુધવારે સન્માન

    June 9, 2025
    રાજકોટ

    Rajkot:યુવાન માનતા કરવા જતા રસ્તામાં કાળ આંબી ગયો

    June 9, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part Three

    June 9, 2025

    કોરોના વાયરસ (કોવિડ-૧૯) જૂન ૨૦૨૫ – કોરોનાના આંકડાએ ચોંકાવનારો – ભારત સક્રિય

    June 9, 2025

    પુસ્તકિયું જ્ઞાન વિરુદ્ધ વ્યવહારુ જ્ઞાન

    June 9, 2025

    પારકી સ્ત્રીના મોહથી બચવાનો ઉપાય

    June 9, 2025

    ભારતીયો પર Saudi Arabia ની મુસાફરી પર કોઈ પ્રતિબંધ નથી, વિદેશ મંત્રાલય

    June 9, 2025

    Donald Trump કાયદા અમલીકરણ અધિકારીઓને માસ્ક પહેરેલા વિરોધીઓની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે

    June 9, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part Three

    June 9, 2025

    કોરોના વાયરસ (કોવિડ-૧૯) જૂન ૨૦૨૫ – કોરોનાના આંકડાએ ચોંકાવનારો – ભારત સક્રિય

    June 9, 2025

    પુસ્તકિયું જ્ઞાન વિરુદ્ધ વ્યવહારુ જ્ઞાન

    June 9, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.