રોફ જમાવવા માટે ગોંડલના રફીક કાસમ કટારીયા પાસેથી હથિયાર ખરીદ્યાની કેફીયત
Gondal,તા.18
રાજકોટ ગ્રામ્ય એસોજીની ટીમે જેતપુરમાં ધારેશ્વર ચોકડી પાસેથી ગોંડલના નવાઝ ડોઢીયાને દેશી બનાવટની પિસ્ટલ સાથે ઝડપી લીધો હતો. પોલીસે આ શખસની પુછતાછ કરતા પાંચ વર્ષ પૂર્વે રોફ જમાવવા માટે ગોંડલના રફીક કાસમ કટારીયા પાસેથી હથિયાર ખરીધ્યાની કેફીયત આપી હતી. આ અંગે ઉદ્યોગનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બાતમીના આધારે પોલીસની ટીમે જેતપુરના ધારેશ્વર ચોકડીથી દાતાર તકિયા પાસેથી નવાઝ ઉર્ફે લાંબો ઇરફાનભાઇ દોઢીયા (ઉ.વ 23 રહે. વોરાકોટડા રોડ, આવાસ યોજના ક્વાર્ટર નંબર 250, ગોંડલ) ને ઝડપી લીધો હતો. પોલીસે તેની અંગ જડતી લેતા તેની પાસેથી દેશી બનાવટની પિસ્ટલ મળી આવી હતી.
હથિયાર સાથે ઝડપાયેલા નવાઝ ઉર્ફે લાંબાની પૂછતાછ કરતા તે મજૂરી કામ કરતો હોવાનું જણાવ્યું હતું. હથિયાર બાબતે પૂછતા તેણે પાંચ વર્ષ પૂર્વે ગોંડલના રફીક કાસમ કટારીયા પાસેથી રોફ જમાવવા માટે હથિયાર ખરીધ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રફીક કટારીયાનું મોત થઇ ચૂક્યું છે. એસઓજીએ આરોપી સામે આર્મ્સ એકટની એકટની કલમ હેઠળ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો છે.
આ કામગીરીમાં રાજકોટ ગ્રામ્ય એસઓજીના પીઆઇ એફ.એ.પારગીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.એમ.ચાવડા, પી.બી. મિશ્રા, હેડ કોન્સ્ટેબલ શિવરાજભાઈ ખાચર, વિજયભાઈ વેગડ, મયુરભાઈ વિરડા, પ્રહલાદસિંહ રાઠોડ, વીરરાજભાઈ ધાધલ અને કોન્સ્ટેબલ વિપુલભાઈ ગોહિલ, વિજયગીરી ગોસ્વામી, ચિરાગભાઈ કોઠીવાર તથા રામદેવસિંહ ઝાલા સાથે રહ્યા હતા.