Bihar,તા.4
બિહારમાં રાહુલ ગાંધીની મતદાર અધિકાર યાત્રાએ કોંગ્રેસના એક નેતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા માટે અપશબ્દના કરેલા ઉપયોગના મુદે આજે ભાજપ નેતૃત્વના એનડીએ એ આપેલા પાંચ કલાકના બિહાર બંધની અસર ઔરંગાબાદથી દરભંગા સુધી વ્યાપક જોવા મળી રહી છે અને ઠેર ઠેર ભાજપે સડક પર ઉતરીને રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ વિરુદ્ધ પ્રદર્શન કર્યા હતા અને તેમના પુતળા બાળ્યા હતા તથા પોસ્ટરમાં પણ આ બંને નેતાઓની માફીની માંગણી કરવામાં આવી હતી.
રાજયમાં વિધાનસભા ચૂંટણી સમયે જ આ પ્રકારે સર્જાયેલા વિવાદે રાજય વણાંક લઈ લીધો છે અને ભાજપ નેતૃત્વના મોરચાએ પાંચ કલાકનું બિહાર બંધનું એલાન આપ્યુ હતું.
જેમાં ભાજપ મહિલા મોરચા નેતૃત્વ લઈ રહ્યું છે અને રાજયમાં ઠેર ઠેર ભાજપ અને જનતાદળ યુ ના કાર્યકર્તાઓ રોડ પર ઉતરીને ધરણા પ્રદર્શન કરી રહ્યા છે જયારે પટણામાં ભાજપ અને જનતાદળ યુ ના ટોચના નેતાઓ પણ ધરણા પ્રદર્શનમાં જોડાયા છે.
આજે પટણામાં અને અન્ય શહેરોમાં બંધની અસર જોવા મળી હતી અને ખાનગી વ્યવહાર સિવાય સરકારી બસો પણ ઓછી દોડી હતી.