New Delhi તા.15
સંયુકત રાષ્ટ્ર મહાસભાએ વર્ષ 2026-28 માટે ભારતને માનવ અધિકાર પરિષદ માટે પસંદ કર્યું છે. ત્રણ વર્ષના કાર્યકાળ માટે ભારતની પસંદગી વિરોધ વિના થઈ છે. આ રીતે ભારત હવે અત્યાર સુધીમાં 7મી વખત ચૂંટાયું છે.
ચૂંટાયેલી જાહેરાત બાદ સંયુકત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પી.હરીશે જણાવ્યું હતું કે આ ભારતની માનવ અધિકારો અને મૌલિક સ્વતંત્રતાઓ પ્રત્યે અતૂટ પ્રતિબધ્ધતાને દર્શાવે છે.
તેમણે સોશ્યલ મિડિયામાં લખ્યું કે ભારત પોતાના કાર્યકાળ દરમ્યાન આ ઉદેશોને આગળ વધારવા માટે તત્પર છે. બધા દેશોનાં સમર્થન માટે પી.હરીશે અભાર વ્યકત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે માનવ અધિકાર પરિષદ સંયુકત રાષ્ટ્રની મુખ્ય સંસ્થા છે. જેમાં 47 સભ્ય દેશો સામેલ છે. જેનું મુખ્ય કાર્ય માનવ અધિકારને પ્રોત્સાહન આપવાનું છે.
તા.15