હળવદ તાલુકાના રાણેકપર ગામે આવેલ ઐતિહાસિક 1008 વર્ષ પુરાણું નિલકંઠ મહાદેવ મંદિર. મહમદ ગઝની આ શિવ મંદિર તોડેલી તેની સાબિતીના પુરાવા બે સ્તંભ પણ મુકેલા છે. બે સ્તંભ આજે પણ મોજૂદ છે. વર્ષો પહેલા અહીં રાણેકપર ગામને હિરણ્ય નગરી ગામ હતું.
ત્યારે આ મંદિરની ધર્મશાળા અને જુનાગઢ કે દ્વારકા બાજુથી ડાકોર દર્શન કરવા જતા પગપાળા સંઘ ત્યારે હિરણ્યા નગરીને નામનુ ગામનુ નામ હતું. રાત્રે રોકાણ કરતા આ ધ્રાંગધ્રા સ્ટેટના ત્રાંબાપત્ર લેખમાં પણ આ દર્શાવેલું મંદિર છે. અહીં હજારો શિવ ભક્તો દર્શનાર્થે આવે છે. મનોકામના પૂર્ણ થાય છે. દર સોમવારે રાત્રે ધુન રાખવામાં પણ આવે છે. હળવદ શહેરમાં આમ તો ચારે દિશાએ શિવ મંદિરો આવેલા છે. હળવદ શહેર છોટા કાશી તરીકે ઓળખાતું શહેર છે.
હળવદ શહેરમાં આમ તો ચારેય દિશાએ 100 થી વધુ શિવ મંદિરો આવેલા છે. ત્યારે હળવદ તાલુકાના રાણેકપર ગામે 1008 વર્ષ પહેલાંનું નિલકંઠ મહાદેવ મંદિર વર્ષો પુરાણો આ શિવ મંદિર મહમદ ગઝની મંદિર તોડેલ તેની સાબિતી રૂપે બે સ્તંભ પણ આજે મોજુદ છે. વર્ષો પહેલા અહીં હિરણ્યા નગરી નામે ગામ ઓળખાતુ હતું.
આ મંદિરની જૂનાગઢ દ્વારકા તરફથી ડાકોર દર્શન કરવા પગપાળા જતા સંઘ દ્વારા હિરણ્યા નગરીની આજેનું રાણેકપર ગામે નીલકંઠ મહાદેવ મંદિર રાત્રે રોકાણ અને રહેવા જમવાની વ્યવસ્થા પદયાત્રી માટે કરવામાં આવતી હતી. હાલમાં મંદિરના વડ, પીપળો, સફેદ, ધતુરો, ખેર, સાગ વગેરે વૃક્ષોનું તેમજ ફૂલ છોડની શોભા છે. આ નિલકંઠ મહાદેવ મંદિર 4 વીઘામાં પથરાયેલું છે.
વર્ષો પહેલાં મીરાબાઈ અને નરસિંહ મહેતાએ રાતવાસો કરીને શિવજીની પૂજા કરી હતી મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રાણેકપર ગામે આવેલ નિલકંઠ મહાદેવ મંદિર 400 વીઘામાં પથરાયેલું નિલકંઠ મહાદેવ મંદિર ખાતે વર્ષો પહેલાં પણ અહીં મીરાબાઈ અને નરસિંહ મહેતા અહીં રાતવાસો કર્યો હતો. અને રાત્રે રાણેકપર ગામે સ્વયંભૂ નિલકંઠ મહાદેવ મંદિરે રોકાયા હતા. અને શિવજીની પૂજા અર્ચના કરી હતી. તેમજ કથા કથાકાર ગીરીબાપુ અને હાસ્ય કલાકાર જગદીશભાઈ ત્રિવેદી પણ આ મંદિરે શિવજીની પૂજા અર્ચના કરીને ધન્યતા અનુભવી હતી.
2016માં 150 બિલના વૃક્ષોનું રોપણ કર્યું હતું હળવદમાં 2016માં ગીરીબાપુ ની શિવ કથા નું આયોજન હળવદમા થયું હતું . ત્યારે ગીરીબાપુ રાણેકપર ગામે નિલકંઠ મહાદેવ મંદિરે શિવજીના દર્શન કરવા આવ્યા હતા. ત્યારે અહીના સ્વયંસેવક પ્રભુભાઈ બાબરીયાને જણાવ્યું હતું કે આટલી મોટી વિશાળ સંખ્યામાં આ મંદિરની 4 વીઘામાં પથરાયેલી જગ્યા છે. તમોને બિલ્લીનું વૃક્ષોનુ રોપણ કરશો તો તો હજારો શિવ ભક્તોને ઉપયોગી થશે.
ત્યારે ગીરીબાપુના કહેવાથી પ્રભુભાઈ બાબરીયાએ 150 જેટલા બિલ્લીના રોપાનું વાવેતર કર્યુ હતુ. આજે 2023 માં 260 બિલ્લીના વૃક્ષો ઘટાદાર વૃક્ષો આજે મોજુદ છે. ત્યારે હળવદ પંથકના શિવ ભક્તો શ્રાવણ માસમાં પણ બિલ્લીપત્ર લઈને શિવજીની પૂજાના અર્ચના કરતા હોય છે. માહિતિ સારી લાગે તો આગળ શેર કરજો જેથી કોઈ આ બાજુ આવે તો દર્શન જરૂર કરે 🙏 મહાદેવ હર