ટ્રેક્ટરના ફેરા મુદે ચાલતા મન દુઃખમાં પિતા અને ત્રણ પુત્ર સહિત પાંચ શખ્સોએ માર માર્યાનો નોંધાતો ગુનો
Jasdan ,તા.01
જસદણ શહેરના લોહિયાનગર વિસ્તારમાં નજીવી બાબતે ચાલતા મન દુઃખમાં બે ભાઈ અને પત્ની પર પિતા અને ત્રણ પુત્ર સહિત પાંચ શખ્સોએ માર માર્યા અંગેની જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નાશી છૂટેલા શખ્સોને ઝડપી લેવા દોડધામ આદરી છે. વધુ વિગત મુજબ જસદણ તાલુકાના કુંદણી ગામના વતની અને હાલ લોહાનગરમાં રહેતા અરવિંદભાઈ મેઘાભાઈ રાઠોડે વિજય દિલીપ મેટાળીયા સંજય દિલીપ મેટાળીયા મેહુલ દિલીપ મેટાળીયા દિલીપ મેટાળીયા રસીલાબેન દિલીપભાઈ મેટાળીયા સહિત પાઇપ પાઈપોલે માર માર્યા અંગેની જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આજથી સાત-આઠ મહીના પહેલા ટ્રેકટર લીધેલ હતુ તે ટ્રેકટર અમો બાજુ માં રહેતા વિજયભાઇ દીલીપભાઇ મેટાળીયા (કોળી) સાથે ચલાવવા માટે કહેતા અમોએ હા પાડેલ હતી. બાદ અમો બે મહીના સુધી વિજય મેટાળીયા સાથે ટ્રેકટ૨ ચલાવેલ હતુ બાદ વિજય લોડર વેચી નાખતા અમોએ તેઓ સાથે ટ્રેકટર ચલાવવાનું બધ કરી દીધેલ હતુ જમતા હતા ત્યારે રાત્રિના નવેક વાગ્યે મારા મો.નં માં સંજય મેટાળીયા ના ઉપરથી ફોન આવેલ અને તેઓએ કહેલ કે જમી લીધુ હોય તો બહાર આવો જેથી અમો બહાર ગયેલ તો બહાર સંજય તથા તેના ભાઇ મેહુલ બન્ને હતા. જેમાં સંજય પાસે લોખંડનો નાનો પાઈપ હતો આ બન્નેએ સીધો મારો કોલર પકડેલ મારવા જતા ત્યારે મારો ભાઇ ભરત મારી બાજુમાં રહેતો હોઈ તે આવી ગયેલ અને વચ્ચે પડતા પાઇપનો ઘા તેને માથામાં લાગેલ હતો જેથી અમો દોડીને ભાગેલ હતા અને ત્યારે ચારેય તેની ઘરે જતા રહેલ હતા ત્યારે અમો તથા મારી ઘરવાળી તથા મારો ભાઈ ભરત ઘર આગળ થાંભલા પાસે ઉભા હતા. વિજયની મમ્મી રસીલાબેન આવેલ અને તેઓએ મારી ઘરવાળી ગીતાને ધકો મારેલ હતો. જેથી મારી ઘરવાળી નીચે પડી ગયેલ હતી બાદમાં મારા ભાઇને માથામાં લાગેલ હતુ જેથી અમો અમારા મોટરસાઇકલમાં મારાભાઈને જસદણ સરકારી દવાખાને સારવારમાં લઈ ગયેલ હતા