ગાળો બોલવાની કુટેવ ધરાવતા પરિવારને સમજાવવું યુવાનને ભારે પડ્યું
Rajkot,તા.08
શહેરના થોરાળા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ગંજીવાડા વિસ્તારમાં ગાળો બોલવા જેવી સામાન્ય બાબતે પાડોશીઓએ યુવક પર લોખંડના પાઇપથી હુમલો કરવાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગંજીવાળા શેરી નંબર ૨૪ના ખૂણે રહેતા જયદીપભાઇ નારણભાઈ પરમાર ૨૬ પોતાના ઘર નજીક રાત્રે ૧૨ વાગે બહાર ઓટે બેઠા હતા ત્યારે પડોશમાં રહેતા રાજુભાઈ, રવિભાઈ અને રવિભાઈ ની ઘરવાળીએ પાઈપથી હુમલો કરી ઇજા કરતા જયદીપભાઇને ઘવાયેલી હાલતમાં સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા આ અંગે જયદીપભાઇના નામેરી ભત્રીજા જયદીપભાઇ મોહે બનાવના કારણમાં જણાવ્યું હતું કે રાજુભાઈ, રવિભાઈ અને તેના ઘરના ગાળો બોલવાની ટેવ ધરાવતા હોય ઘર પાસે ગાળો બોલવાની વારંવાર જયદીપભાઇ પરમાર ના પાડતા હતા.આ અંગે ખાસ રાખીને જયદીપભાઇ પર રાજુ રવિ અને રવિ ન પત્નીએ હુમલો કર્યો હતો