મોડી રાત્રે પાઇપ ધારીયા ઉડતા બંને જૂથના છ ઘાયલ
Morbi,તા.25
મોરબીના વીસીપરામાં એક જ વિસ્તારમાં રહેતા બે પાડોશી પરિવારો વચ્ચે મોડી રાત્રે માથાકૂટ થતા માથાફાળ કદી આમાં બંને જૂથના છ થી વધુ ઘાયલોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.આ અંગે પ્રાપ્ત વિગત મુજબ મોરબીના વીસીપરા માં રહેતા અને કોલેજમાં અભ્યાસ કરતા રાયધનભાઈ દાઉદભાઈ જામ ૨૧ ગઈકાલે મોડી રાત્રે ઘેર હતો ત્યારે બાજુમાં રહેતા ભરવાડ પરિવારના યુવકો એ ઝઘડો કરી રાયધન ભાઈ પર લોખંડના પાઇપ, અને ધારીયા થી હુમલો કરી માથું ફાડી નાખતા રાજકોટ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું આ બનાવમાં સામા પક્ષે ગોવિંદભાઈ ખીમજીભાઇ રાવ ૬૨, કુંવરબેન ગોવિંદભાઈ રાવ ૬૦, મહેશભાઈ ગોવિંદભાઈ રાવ ૩૨, વિજયભાઈ ગોવિંદભાઈ રાવ ૨૫, બાબુભાઈ ગોવિંદભાઈ રાવ ૩૪, જીગ્નેશભાઈ ગોવિંદભાઈ રાવ ૩૩ 12:30 વાગે ઘરે હતા ત્યારે ઘર નજીક રહેતા દાઉદભાઈ, લતીફભાઈ, રાયધનભાઈ અને તેના ઝઘડો કરી છરી , ધારીયા લોખંડના ભાગથી બ્લોક કરી માથા ફાડી નાખ્યા હતા જેમાંથી ગોવિંદભાઈ રાવ, મહેશભાઈ રાવ, વિજયભાઈ રાવ, બાબુભાઈ અને જીગ્નેશભાઈ ને સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે અને કુંવરબેન ગોવિંદભાઈ રાવને વધુ ઈજા થતા ઈમરજન્સીમાં દાખલ કરેલ છે આ અંગે મોરબી બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. વીસી પરામાં બાજુ બાજુમાં જ રહેતા પરિવારો વચ્ચે અગાઉના મનદુઃખમાંથયેલા મીની ધીંગાણા ની સ્થિતિને લઈને પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો દીધો છે.