શેરીમાં મહિલાઓ બેઠી હોય ત્યાંથી તું કેમ નીકળે છે કહી ત્રિપુટી ની પાઇપ વાળી
Rajkot,તા.01
રેલ નગરમા મહિલાઓ બેઠી હોય ત્યાંથી નીકળવા બાબતે પાડોશી એ પાડોશી પર હુમલો કરિયાણું બનાવ પોલીસ દફતરે નોંધાયો છે, આ અંગે પ્રાપ્ત વિગત મુજબ સંતોષીનગર પાણીના ટાંકા રેલનગર નજીક રહેતા કાળુભાઈ મેરામભાઇ રાઠોડ ૩૫ ગઈકાલે રાત્રે ૧૦ વાગ્યે ઘેર હતા ત્યારે ઘર પાસે જ રહેતા ડેની, સંદીપ અને તેના સાગરીતો એ કાળુભાઈ ના ઘેર આવી ઝઘડો કરી કાળુભાઈ પર હુમલો કરી લોખંડના પાઇપથી માથામાં ઘા ઝીંકી દેતા કાળુભાઈ નું માથું ફાટી ગયું હતું અને લોહી લુહાણ હાલતમાં સરકારી હોસ્પિટલ સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. પાડોશીઓ વચ્ચે મારામારી ની આ ઘટનામાં કાળુભાઈ ને દવાખાને લાવનાર નિલેશભાઈએ જણાવ્યું હતું કે કાળુભાઈ ના ઘર પાસે શેરીની મહિલાઓ ઓટલે બેઠતી હોય અને કાળુભાઈ ગલી માંથી નીકળતા ડેની અને સંદીપ એ કાળુભાઈ ને કહ્યું હતું કે મહિલાઓ બેસે છે ત્યાંથી કેમ નીકળે છે? કાળુભાઈ એ કહ્યું કે મારા ઘરના ઓટે મહિલાઓ બેસે છે મારે બહાર જવા આવવું નહીં !!!તેમ કહેતા બંનેએ હુમલો કર્યો હતો આ અંગે પ્રદ્યુમન નગર પોલીસે તપાસ હાથ ધરી છે