Jamnagar તા.30
જામનગરમાં 58 દિગ્વિજય પ્લોટ નજીક કાના નગર વિસ્તારમાં પાલતુ કુતરાને હેરાન કરવાના મામલે બે પાડોશીઓ વચ્ચે તકરાર થઈ હતી, જેમાં હુમલા મામલે 4 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
વિગત અનુસાર દિગ્વિજય પ્લોટ 58 મા આવેલ કાના નગર શેરી નંબર એકમાં રહેતા હીનાબેન શંકરલાલ જોશી એ આરોપી અશોકભાઈ દિનેશભાઈ ભાનુશાળી, રાજા દિનેશભાઈ ભાનુશાળી, અમિયો ઉર્ફે અમિત ભાનુશાળી, શૈલેષ કાંતિલાલ ભાનુશાળી સામે ફરિયાદ નોંધાવી છે. જેમા જણાવાયા અનુસાર હીનાબેન કેળાની વખત પાસે શેરીમા બેઠેલ હતા અને તેનો પાલતુ શ્વાન ત્યા ઊભો હતો.
આ દરમિયાન આરોપી અશોકભાઇ કુતરાને હેરાન કરતો હતો. જેને કુતરાને હેરાન કરવાની ના પાડતા આરોપી ઉસકેરાઈ ગયો હતો. આ દરમિયાન આરોપી અશોકભાઈ દિનેશભાઈ ભાનુશાળી, રાજા દિનેશભાઈ ભાનુશાળી, અમિયો ઉર્ફે અમિત ભાનુશાળી, શૈલેષ કાંતિલાલ ભાનુશાળી ત્યાં આવી જતા ભુંડી ગાળો આપવા લાગ્યા હતા.
આ દરમિયાન પાડોશી મહેકબેને તેના મામાને ફોન કરી બોલાવતા દીપકભાઇ તથા જયેશભાઈ આવી ગ્યા હતા. આ વેળાએ દીપકભાઇ તથા જયેશભાઇ પર આરોપીઓ તૂટી પડ્યા હતા. જેમા હીનાબેન વચ્ચે પડતા ફરિયાદીને પણ ધોકાનો ધા માર્યો હતો. અને સાહેદ મહેકબેન વચ્ચે પડતા તેને પણ ફડાકા ઝીંકી લીધા હતાં. જે મામલે પોલીસે ફરિયાદ બાદ પોલીસે આરોપીઓ સામે બીએનએસ કલમ 115(2),352,54 તથા જી.પી.એક્ટ કલમ 135(1) મુજબ ગુન્હો દાખલ કરી કાર્યવાહી આદરી છે.