Nepal તા.૧
ભારતના પડોશી દેશ નેપાળ ફરી એકવાર ભૂકંપથી હચમચી ઉઠ્યું છે. નેપાળના સુદૂર પશ્ચિમ પ્રાંતના બજહાંગ જિલ્લામાં આ ભૂકંપ આવ્યો. રાષ્ટ્રીય ભૂકંપ દેખરેખ અને સંશોધન કેન્દ્ર અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૪ માપવામાં આવી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂકંપથી તાત્કાલિક કોઈ નુકસાનના અહેવાલ નથી. ભૂકંપ સ્થાનિક સમય મુજબ બપોરે ૧૨ઃ૦૯ વાગ્યે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર બજંગ જિલ્લાના માઉન્ટ સૈપાલ હતું. દ્ગઈસ્ઇઝ્ર એ અહેવાલ આપ્યો છે કે પશ્ચિમ પ્રાંતના બાજુરા સહિત પડોશી જિલ્લાઓમાં લોકોએ ભૂકંપ અનુભવ્યો હતો. થોડા દિવસો પહેલા જ નેપાળમાં બે ભૂકંપ આવ્યા હતા.
નેપાળનો બજંગ જિલ્લો સૌથી સક્રિય ટેક્ટોનિક ઝોન (ભૂકંપીય ઝોન ૪ અને ૫) માં સ્થિત છે, જે તેને ભૂકંપ માટે અત્યંત સંવેદનશીલ બનાવે છે. દર વર્ષે અહીં અનેક ભૂકંપ આવે છે. ભૂકંપ અનુભવ્યા પછી, મોટી સંખ્યામાં લોકો ભયભીત થઈને ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા, જેના કારણે ગભરાટ ફેલાયો હતો. થોડીવાર પછી જ તેઓએ રાહતનો શ્વાસ લીધો.

