ગાયકવાડી શેરીના પ્રૌઢએ જલજીરાના બદલે ઉંદર મારવાની દવા ખાઈ ગયા
Rajkot,તા.01
રાજકોટના પોશ ગણાતા નિર્મલા રોડ પર રહેતા નેપાળી સિક્યુરિટી ગાર્ડનું ઘરમાં જ ગળે ફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું હતું.નિર્મલા રોડ શેરી નંબર ૧માં રહેતા અને રેસીડેન્સ કોમ્પ્લેક્સ માં ચોકીદારી નું કામ કરતા મૂળ નેપાલ અને છેલ્લા ત્રણેક વર્ષથી રાજકોટમાં રહેતા ચક્ર કામી “૫૨”એ ગઈકાલે સાંજે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ લેતા બેભાન અવસ્થામાં સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબો એ મૃત જાહેર કર્યો હતો ચક્રકામી ના ભત્રીજા લક્ષમણે જણાવ્યું હતું કે મરનાર ને દારૂ પીવાની ટેવ હોય અને ઘરમાં વારંવાર કંકાસ થતો હોય માનસિક તનાવમાં આવી આ પગલું ભર્યું હોવા નું જણાવ્યું હતું.ભૂલમાં દવા પીધી… પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન ની હદમાં આવેલ ગાયકવાડી શેરી નંબર પાંચ માં રહેતા મેઘરાજભાઈ હેમંત દાસ લીલાની ૪૯ ને રાત્રે ૩/૩૦ કલાકે ઉંદર મારવાની દવા પીધેલ હાલતમાં સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા તેમને લાવનાર શ્યામભાઈએ જણાવ્યું હતું કે મેઘરાજભાઈ ને મોડી રાત્રે પેટનો દુખાવો ઉપાડતા જલજીરાના બદલે ભૂલમાં ઉંદર મારવાની દવા પી લેતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા