Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    14 વર્ષીય Akash Patni ના મૃતદેહને પિતાને સોંપાયો; પરંતુ વળતર અંગે કોઈ જાણ નહીં

    June 18, 2025

    Ahmedabad plane crash ના બાદ બોઈંગની પાંચ દી’માં 66 ઉડાનો રદ

    June 18, 2025

    દેશમાં Digital ક્રાંતિ એ પરચુરણની અછતની ફરિયાદો ભૂતકાળ બની ગઈ

    June 18, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 14 વર્ષીય Akash Patni ના મૃતદેહને પિતાને સોંપાયો; પરંતુ વળતર અંગે કોઈ જાણ નહીં
    • Ahmedabad plane crash ના બાદ બોઈંગની પાંચ દી’માં 66 ઉડાનો રદ
    • દેશમાં Digital ક્રાંતિ એ પરચુરણની અછતની ફરિયાદો ભૂતકાળ બની ગઈ
    • IncomeTax રિટર્નની કડક ચકાસણી કરાશે
    • મોદીની G-7 દેશોના વડાઓ સાથે વન-ટુ-વન વાતચીત
    • Israel-Iran war ના કારણે,ત્રણ નો-ફલાય ઝોન જાહેર થતા વૈકલ્પિક રૂટ પર વિમાનોની ભીડ
    • Air India: ઈન્ડોનેશિયામાં જવાળામુખી ફાટતા બાલી ફલાઈટ પરત આવી
    • Axiom-4નું ઉડ્ડયન ફરી એક વખત મુલત્વી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot પરીવારની હાજરીમાં કાકાને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારતો ભત્રીજો
    રાજકોટ

    Rajkot પરીવારની હાજરીમાં કાકાને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારતો ભત્રીજો

    Vikram RavalBy Vikram RavalMarch 17, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot , તા.17
    રાજકોટમાં કાયદો વ્યવસ્થા કથળી હોય તેમ દિન પ્રતિદિન ગુનાઓ વધતાં જઈ રહ્યાં છે. ત્યારે રાજકોટના વડાળી ગામની લોહિયાળ ઘટના સામે આવી છે. પરીવારની હાજરીમાં જ જાહેરમાં કાકાને ભત્રીજાએ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા હતાં. મોબાઈલમાં સ્ટેટ્સ રાખવા બાબતે ઝઘડો થયાં બાદ મામલો હત્યા સુધી પહોંચ્યો હતો. બનાવ અંગે આજીડેમ પોલીસે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી સગીર આરોપીને સકંજામાં લીધો હતો.

    બનાવ અંગે રાજકોટના વડાળી ગામમાં પાડાસણ જવાના રોડ પર રહેતાં મયુરભાઈ રાજાભાઈ મૂછડીયા (ઉ.વ.31) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે એક સગીર વયના શખ્સનું નામ આપી જણાવ્યું હતું કે, તેના કૌટુંબિક ભાઈ ભરતભાઇ નાગજીભાઈ મૂછડીયા (ઉ.વ.32) વડાળી ગામમાં જ રહે છે અને મજૂરીકામ કરે છે. ભરતભાઇની પડોશમાં જ તેમનો કૌટુંબિક ભત્રીજો રહે છે. જે સગીર વયનો છે. બંને અવારનવાર શેરીમાં આવેલ પાન બીડીની દુકાને બેસતાં હોય છે.

    ત્યારે ગઈકાલે પણ બંને શેરીમાં આવેલ દુકાને બેઠાં હતાં ત્યારે મોબાઈલમાં સ્ટેટ્સ રાખવા મામલે બંને વચ્ચે સામાન્ય ઝઘડો થયો હતો. જેથી દુકાન માલિકે બંનેને ઝઘડો ન કરવા અને ત્યાંથી જતાં રહેવા માટે કહ્યું હતું. જે બાદ બંનેના પરિવારજનો પણ ત્યાં દોડી આવ્યાં હતાં. બાદમાં બંને પોતપોતાના ઘરે ચાલ્યાં ગયેલ હતાં.

    ભરત મૂછડીયા પોતાના પરીવાર સાથે ઘર નજીક ઉભો હતો ત્યારે આરોપી સગીર પોતાના ઘરમાંથી છરી લઈ ઘસી આવ્યો હતો અને કોઈ કાંઈ સમજે તે પહેલાં જ ભરત પર છરી વડે હુમલો કરી એક ઘા પડખામાં અને એક ઘા આંખ પાસે ઝીંકી દઈ નાસી છૂટ્યો હતો.

    ઘાયલ થયેલ યુવાન ત્યાં જ ઢળી પડ્યો હતો. ત્યાં હાજર પરિવારજનોએ તુરંત સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડેલ પરંતુ સારવાર મળે તે પહેલાં જ યુવાને દમ તોડી દેતાં બનાવ હત્યામાં પલટયો હતો. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી તપાસ હાથ ધરી હતી.

    બનાવ અંગેની ફરીયાદ પરથી આજીડેમ પોલીસે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. હત્યા કરી નાસી છૂટેલા સગીરને ક્રાઈમ બ્રાન્ચની ટીમે સકંજામાં લીધો હતો. મૃતક બે બહેનનો એક નો એક ભાઈ અને પરીવારનો આધાર સ્તંભ હતો. તેમજ બે પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવતાં પરીવારમાં કલ્પાંત છવાયો હતો.

     

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: લોધીકાની કંપનીનો ખાનગી ડેટા એકાઉન્ટન્ટએ હરીફ પેઢીને આપી દીધો

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: શાપર નજીક ગાંજાની ડિલિવરી આપવા આવેલી મહિલા ઝડપાઈ

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: ‘તુ મારી સામે કેમ જુએ છે’ કહી એડવોકેટ પર કાર ચાલકનો હુમલો

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: ધમલપર ગામી પાવર પ્લાન્ટમાંથી ત્રણ હજાર મીટર વાયરની ચોરી

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: મુંજકામા બેકરી ચાલુ નહિ કરવાની ટકોર કરનાર યુવાન પર હુમલો

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: પંચાયતની દીવાલ તૂટી પડતા ખાટકીવાસનું મકાન ધરાશાયી

    June 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    14 વર્ષીય Akash Patni ના મૃતદેહને પિતાને સોંપાયો; પરંતુ વળતર અંગે કોઈ જાણ નહીં

    June 18, 2025

    Ahmedabad plane crash ના બાદ બોઈંગની પાંચ દી’માં 66 ઉડાનો રદ

    June 18, 2025

    દેશમાં Digital ક્રાંતિ એ પરચુરણની અછતની ફરિયાદો ભૂતકાળ બની ગઈ

    June 18, 2025

    IncomeTax રિટર્નની કડક ચકાસણી કરાશે

    June 18, 2025

    મોદીની G-7 દેશોના વડાઓ સાથે વન-ટુ-વન વાતચીત

    June 18, 2025

    Israel-Iran war ના કારણે,ત્રણ નો-ફલાય ઝોન જાહેર થતા વૈકલ્પિક રૂટ પર વિમાનોની ભીડ

    June 18, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    14 વર્ષીય Akash Patni ના મૃતદેહને પિતાને સોંપાયો; પરંતુ વળતર અંગે કોઈ જાણ નહીં

    June 18, 2025

    Ahmedabad plane crash ના બાદ બોઈંગની પાંચ દી’માં 66 ઉડાનો રદ

    June 18, 2025

    દેશમાં Digital ક્રાંતિ એ પરચુરણની અછતની ફરિયાદો ભૂતકાળ બની ગઈ

    June 18, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.