Tehran,તા.26
ઈઝરાયેલ અને લેબનાન વચ્ચે યુદ્ધ નિયમની સમજુતી થવા જઈ રહી છે તે સમયે લેબનાન સ્થિત હિઝબુલ્લાહ ગેરીલ્લા સંગઠનને સતત લશ્કરી અને આર્થિક સહિતની મદદ પુરી પાડી રહેલા ઈરાન ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહુ અને દેશના પુર્વ સંરક્ષણ મંત્રી ગલાન્ટ સામે ધરપકડ વોરંટ ઈસ્યુ કરવાનાં ઈન્ટરનેશનલ ક્રિમીનલ લો (આઈસીસી)નાં નિર્ણયને અપુરતો ગણાવીને નેતાન્યાહુ તથા ગલાન્ટને ફાંસીની સજા આપવા માંગણી કરી છે.
આઈસીસીએ આ બન્ને ઈઝરાયેલ નેતાઓ ઉપરાંત હમાસ નેતા ઈબ્રાહીમ અલ આગાહી સામે પણ ધરપકડ વોરંટ ઈસ્યુ કર્યું છે. જેના પ્રતિભાવમાં ઈરાનના આ સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ અલી ખામેનેઈએ નેતાન્યાહુ અને તેના પુર્વ સંરક્ષણમંત્રી યોસાન ગેલાન્ટ સામે ડેથ વોરંટ ઈસ્યુ કરવાની માંગ કરી હતી.
તેઓએ જણાવ્યું કે ફકત ધરપકડ વોરંટ ઈસ્યુ કરવાનું પુરતુ નથી. આઈસીસી કોર્ટ ધરપકડ વોરંટ ઈસ્યુ કરવાનાં તેના નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે એ સ્પષ્ટ છે કે નેતાન્યાહુ સહીતના તમામ ત્રણેય નેતાઓએ હત્યાકાંડ સર્જયો છે.
જોકે ઈઝરાયેલ તેના વડાપ્રધાન કે પૂર્વ સંરક્ષણમંત્રી કોઈ વોર-ક્રાઈમમાં સંડોવાયેલા હોય તેવુ માનવાનો ઈન્કાર કર્યો હતો નેતાનન્યાહુએ એક વિડીયો મેસેજ કરી તેઓ તેના દેશની સુરક્ષા જ કરી રહ્યા હોવાનો દાવો કર્યો હતો.