Ahmedabad તા.24
વર્ષોથી પેન્ડીંગ કેસોના નિકાલ માટે પહેલ કરવામાં આવી હોય તેમ ગુજરાત હાઈકોર્ટે દર બુધવારે માત્ર લાંબા વખતથી પડતર કેસો, જ ચલાવવાનો નિર્ણય લીધો છે. બે જુલાઈથી આ નવો નિયમ લાગુ થશે.
હાઈકોર્ટની બે કમીટી દ્વારા એવો નિર્ણય લેવાયો છે કે બેચ સપ્તાહનો એક દિવસ સૌથી જુના કેસ હાથ પર લેશે. હાઈકોર્ટે રજીસ્ટ્રાર દ્વારા તે અંગેનું નોટીફીકેશન જારી કરવામાં આવ્યું હતું.
જુના કેસોના નિકાલની આ યોજના હેઠળ હાઈએલર્ટ દ્વારા વર્ષો જુના પેન્ડીંગ કેસોનું નવુ લીસ્ટ તૈયાર કરવામાં આવે અને એક સપ્તાહ પૂર્વે એડવાન્સમાં જ તે જારી કરી દેવામાં આવશે. એટલે પક્ષકારોને આગોતરી જાણ થઈ શકે.
આ લીસ્ટમાં રોસ્ટર પ્રમાણે સૌથી જુના 100 કેસો હાથ પર લેવાશે. હાઈકોર્ટમાં તારીખ મુજબ રર્જીસ્ટડ કેસોની ગણતરી કરવામાં આવશે. 2 જુલાઈનાં રોજ જે પેન્ડીંગ કેસો હાથ પર લેવાના હશે તેનું લીસ્ટ આવતીકાલે 25મી જુને જાહેર કરવામાં આવશે. જામીન અને ફરીયાદ રદ કરવા સિવાયના કેસોની સુનાવણી બુધવારે નિયત થઈ હોય તો ઓટોમેટીક ધોરણે બીજા દિવસે ટ્રાન્સફર થશે.
નોટીફીકેશનમાં દર્શાવાયા પ્રમાણે કેસોની સુનાવણી અગાઉ જ પૂર્ણ થઈ ગઈ હોય અને માત્ર ચુકાદા બાકી હોય, કેસોની અર્ધી સુનાવણી થઈ હોય અથવા સર્વોચ્ચ અદાલતે મનાઈ હુકમ ફરમાવ્યો હોય તેવા જુના કેસોને બુધવારની સુનાવણીનાં લીસ્ટમાં સામેલ કરવામાં નહીં આવે સુપ્રિમ કોર્ટમાં મેટર પેન્ડીંગ હોય તેવા કેસો પણ હાથ પર લેવામાં નહિં આવે.