સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હા બિહારના નાયબ મુખ્યમંત્રી(ડેપ્યુટી સીએમ)ની જવાબદારી સંભાળશે
Bihar તા.22
બિહારમાં નવી સરકારના શપથગ્રહણ પછી હવે મંત્રીઓના વિભાગોની વહેંચણી થઈ ગઈ છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર અને સમ્રાટ ચૌધરી વચ્ચે લગભગ અડધા કલાકની બેઠક બાદ બિહાર મંત્રીમંડળના સંપૂર્ણ વિભાગોની વહેંચણીની યાદી રાજ્યપાલને સોંપવામાં આવી છે.
નીતિશ કુમારની નવી કેબિનેટમાં એકવાર ફરી સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હા બિહારના નાયબ મુખ્યમંત્રી(ડેપ્યુટી સીએમ)ની જવાબદારી સંભાળશે. મંત્રીઓને વિભાગોની વહેંચણી બાદ હવે કેબિનેટની બેઠક બોલાવવામાં આવશે. બિહાર મંત્રીમંડળમાં પહેલીવાર ભાજપને ફાળે ગૃહ ખાતું આવ્યું છે.
જાણો કોને કયું મંત્રાલય મળ્યું?
ભાજપને ફાળવેલા વિભાગ
સમ્રાટ ચૌધરી (નાયબ મુખ્યમંત્રી) – ગૃહ મંત્રી
વિજય કુમાર સિંહા (નાયબ મુખ્યમંત્રી) – જમીન અને મહેસૂલ, ખાણ અને ભૂસ્તર વિભાગ
મંગલ પાંડે – આરોગ્ય અને કાયદા
દિલીપ જયસ્વાલ – ઉદ્યોગ મંત્રી
નીતિન નવીન – માર્ગ બાંધકામ, શહેરી વિકાસ, ગૃહ નિર્માણ
રામકૃપાલ યાદવ – કૃષિ
સંજય સિંહ ટાઈગર – શ્રમ સંસાધન
અરુણ શંકર પ્રસાદ – પ્રવાસન અને કલા અને સંસ્કૃતિ મંત્રી
સુરેન્દ્ર મહેતા – પશુ અને મત્સ્યઉદ્યોગ
નારાયણ પ્રસાદ – આપત્તિ વ્યવસ્થાપન
રમા નિષાદ- પછાત વર્ગો અને અત્યંત પછાત વર્ગો કલ્યાણ વિભાગ
લાખેન્દ્ર કુમાર પાસવાન – અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કલ્યાણ
શ્રેયસી સિંહ – માહિતી અને રમતગમત
પ્રમોદ કુમાર ચંદ્રવંશી – સહકારી વિભાગ, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન
જેડીયુને ફાળવેલા વિભાગ
નીતિશ કુમાર – મુખ્યમંત્રી
અશોક ચૌધરી – ગ્રામીણ બાંધકામ
વિજય કુમાર ચૌધરી – જળ સંસાધન, મકાન મંત્રી
બિજેન્દ્ર પ્રસાદ યાદવ – ઊર્જા
શ્રવણ કુમાર – ગ્રામીણ વિકાસ, પરિવહન
લેશી સિંહ – ખાદ્ય અને ગ્રાહક બાબતો
મદન સાહની – સમાજ કલ્યાણ
સુનિલ કુમાર – શિક્ષણ
મોહમ્મદ જામા ખાન – લઘુમતી બાબતો
અન્ય પક્ષોને ફાળવેલા વિભાગ
સંજય સિંહ પાસવાન – શેરડી ઉદ્યોગ
સંજય કુમાર – લોક આરોગ્ય એન્જિનિયરિંગ
દીપક પ્રકાશ કુશવાહા- પંચાયતી રાજ
સંતોષ સુમન- લઘુ જળ સંસાધન મંત્રી

