ડોક્ટર ડેથના નામથી ઓળખ બનાવનારો આ આતંકી લાલ કિલ્લા પર બોમ્બ રાખવા અને બ્લાસ્ટ કરવામાં જવાબદાર છે
New Delhi, તા.૧૫
દિલ્હીના લાલ કિલ્લા પર થયેલા કાર બોમ્બ બ્લાસ્ટની તપાસમાં પોલીસને એક મોટો પુરાવો હાથ લાગ્યો છે. પહેલીવાર જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઉમર મોહમ્મદની એ તસવીર સામે આવી છે, જેમાં તે ડૉક્ટરના વેશમાં જોવા મળી રહ્યો છે. સફેદ કોટ, ગળામાં સ્ટેથોસ્કોપ અને સામાન્ય ડોક્ટર જેવું રૂપ. તપાસ એજન્સીઓના અનુસાર, ડોક્ટર ડેથના નામથી ઓળખ બનાવનારો આ આતંકી લાલ કિલ્લા પર બોમ્બ રાખવા અને બ્લાસ્ટ કરવામાં જવાબદાર છે.
ઉલ્લેખનીય છે કે, ૧૦ નવેમ્બર ૨૦૨૫ના રોજ સાંજે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-૧ નજીક બ્લાસ્ટ થયો હતો, જેને સરકારે એક આતંકવાદી હુમલો ગણાવ્યો છે.
આ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં ૧૩ લોકોના મોત થયા અને ૨૦થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘટનાની તપાસ દ્ગૈંછ કરી રહી છે અને ઘટના બાદ દિલ્હી સહિત સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવાઈ છે.
તપાસના પગલે ૧૧ થી ૧૩ નવેમ્બર સુધી લાલ કિલ્લો બંધ કરી દેવાયો, અને એરપોર્ટ સહિત તમામ સંવેદનશીલ સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી દેવાઈ છે. બ્રિટન સહિત અનેક દેશોએ ભારત માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. સુરક્ષા એજન્સીઓના અનુસાર, આ હુમલાના તાર જૈશ-એ-મોહમ્મદ જેવી આતંકી નેટવર્કથી જોડાઈ શકે છે, જોકે, તપાસ હજુ ચાલી રહી છે અને દરેક નવા પુરાવાની સાથે કેસમાં કેટલાક મહત્ત્વના ખુલાસા થતા જઈ રહ્યા છે.

