Surat, તા.૪
સુરતમાં ૧૯ વર્ષીય મોડલ યુવતીના આપઘાતનું રહસ્ય ઘેરાઈ રહ્યું છે. યુવતીએ વીડિયો કોલ ચાલુ રાખી ફાંસો ખાધો હોવાની શંકા છે. તેના પિતાએ કહ્યું કે, તેમને બે યુવક અને યુવતી પર શંકા છે. તેઓએ બબલીએ મારી નાખવાની ધમકી આપી હતી. તો બીજી તરફ, યુવતી લિવ ઈન રિલેશનશિપમાં રહેતી હોવાની અટકળો છે.
મૂળ મધ્યપ્રદેશ અને સારોલી કુંભારિયા ગામમાં આવેલા સારથી રેસીડેન્સીના ડ્ઢ ૩૦૪ ઘરમાં ઁય્ તરીકે ૧૯ વર્ષીય સુખપ્રીત લખવિંદરસિંહ કૌર અન્ય ત્રણ બહેનપણી સાથે રહેતી હતી અને તેનો પરિવાર વતનમાં રહે છે. સુખપ્રીત મોડેલિંગનું કામ કરતી હતી. સુખપ્રીતની સાથે રહેતી તેની બહેનપણીઓ પણ મોડેલિંગનું કામ કરે છે. સુખપ્રીત ચાર-પાંચ દિવસ પહેલા જ સુરતના સારોલી ખાતે મોડેલિંગનું કામ અર્થે આવી હતી. ત્યારે ગતરોજ અચાનક સુખપ્રીતે ઘરે બેડરૂમમાં છતમાં લગાવેલ પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બહેનપણી ઘરે આવતા સુખપ્રીતને લટકેલી હાલતમાં જોતા સમગ્ર ઘટનાની જાણ થઈ હતી.
મધ્યપ્રદેશની મોડેલિંગ કરતી સુખપ્રીત કૌર સુરતમાં ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓનું મોડલિંગ શૂટ કરતી હતી. ગતરોજ તેણે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સુરતની મોડલ સુખપ્રિત કૌરના આપઘાત બાદ તેના પરિવારજનો સુરત સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. ત્યારે પરિવારજનોએ ન્યાયની માંગ કરી છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, મોડલે આપઘાત કર્યો તેના એક દિવસ પહેલા જ વીડિયો કોલ પર પરિવાર સાથે વાત કરી હતી. સુખપ્રીતને કામના પેમેન્ટ અન્ય કોઈ વ્યક્તિ લઈ જતું હોવાની પરિવારને આશંકા છે. દિલ્હીનો કોઈ યુવક સુખપ્રીતને કામનું જે પેમેન્ટ મળતું હતું તે પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતો હતો.
આપઘાત પાછળ પરિવારને કેટલાક વ્યક્તિ પર શંકા ઉપજી છે. દિલ્હીના એક અનુરાગ કરીને યુવક પર પરિવારને આશંકા છે. આપઘાત પહેલા તેણે આ યુવક સાથે વાત કરી હોવાની પરિવારના શંકા છે.
સુખપ્રીતે સુરત આવા પહેલા દિલ્હી ખાતે મોડેલિંગનું કામ કર્યું હતું અને તેનું પેમેન્ટ પણ તે આપતો ન હતો અને ત્યારબાદ હવે તે ફોન પણ ઉચકતો નથી. આ ઉપરાંત એમપીનો એક અન્ય વ્યક્તિ સાથે જ તેની સાથે કામ કરતી બબલી નામની યુવતી પણ અવારનવાર તેને ધમકી આપતી હતી જેને લઈ પરિવારને આ ત્રણ ઉપર શંકા છે જેની વિગત પણ પોલીસને તેમણે જણાવી છે.
તો બીજી તરફ, મોડલ કોઈ સાથે લિવ ઈનમાં રહેતી હોય તેવી શંકા પણ છે, તેથી આ બાબતે પોલીસ તપાસ કરશે. હાલ મોડલની સાથી યુવતીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. મોડેલના બે મોબાઈલ કબ્જે કરી હ્લજીન્ માં મોકલવામાં આવશે.