Mumbai તા.25
બોલિવુડ ડાયરેકટર અને કોરિયોગ્રાફર ફરાહખાને કેટલાક દિવસ પહેલા હોળીને લઈને વિવાદી ટિપ્પણી કરતા તેની સામે એફઆઈઆર દાખલ કરવાની માંગ થઈ છે. હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે. આ કેસમાં એફઆઈઆર ન થતા ફરિયાદીએ હાઈકોર્ટમાં અરજી કરી છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ ફરાહ ખાન સામે હિન્દુસ્તાની ભાઉએ હાઈકોર્ટમાં અરજી કરી આરોપ લગાવ્યો છે કે ‘ઓમ શાંતિ ઓમ’ ફિલ્મની ડાયરેકટર ફરાહ ખાને હિન્દુ તહેવાર હોળીને લઈને ‘સેલિબ્રિટી માસ્ટર શેફ’ના એક એપિસોડમાં અભદ્ર ટિપ્પણી કરી હતી.
જેમાં તેણે હોળીને ‘છપરિયોં કા પસંદીદા ત્યોહાર’ કહ્યું હતું. જેમાં ‘છપરી’ શબ્દનો નકારાત્મક અર્થ થાય છે. હિન્દુસ્તાની ભાઉએ આ મામલે 21 ફેબ્રુઆરીએ ખાર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર માટે અરજી કરી હતી પણ હજુ સુધી ડાયરેકટર સામે કોઈ એફઆઈઆર ફાઈલ નથી થઈ