Jamnagar,તા.23
મહાનગરપાલિકા દ્વારા ૧૫ ઓગષ્ટ થી નવી વોટ્સએપ ચેટ બેટ સુવિધા નો પ્રારંભ કરવામાં આવ્યો છે.જેના મારફત અનેક સેવા નો લાભ નગરજનોને મળશે.
જામનગર મહાનગર પાલિકા દ્વારા ૧૫ મી ઓગસ્ટથી નવી વોટ્સએપ સુવિધાઓની શરૂઆત કરી છે. આ માટે મહાનગર પાલિકાએ એક વોટ્સએપ નંબર જાહેર કર્યો છે, જેના માધ્યમથી વિવિધ સુવિધાઓ મેળવી શકાશે અને લોકો ફરિયાદ પણ કરી શકશે.
જામનગર મહાનગર પાલિકાએ શહેરીજનો માટે વોટ્સએપ નંબર ૯૪૨૬૫ ૨૪૩૬૫ જાહેર કર્યો છે. આ નંબર પર પ્રથમ હાઈ ટાઈપ કરી સંપર્ક જોડવા નો રહેશે, આ પછી ભાષા અને સંબંધિત શાખા પસંદ કરવાની રહેશે. ત્યાર પછી તમે જે સર્વિસ મેળવવા ઈચ્છતા હો, એ સર્વિસ પસંદ કરવા ની રહેશે. આ એક વોટ્સએપ ચેટબેટ છે.
આ વોટ્સએપ નંબર મારફતે શહેરીજનો ઓનલાઈન પેમેન્ટ, ઓનલાઈન ટેક્સ એપ્લિકેશન, સર્ચ એસેસમેન્ટ નંબર, ઓનલાઈન રિસિપ્ટ, બિલ ડાઉનલોડ, એસેસમેન્ટ નોટિસ અને મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન સેવાઓ મેળવી શકશે.
આ ઉપરાંત ઈસી પ્રોફેશનલ ટેક્સ તથા આરસી પ્રોફેશનલ ટેક્સ માટે પણ આ નંબર ઉપયોગમાં લઈ શકાશે. તેમજ ફરિયાદો નોંધાવી શકાશે, અને સર્ટિફિકેટ તથા અરજીપત્રકો મેળવી શકાશે. આ સેવામાં જામનગર મહાનગર પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓની વિગતો મેળવી શકાશે. મહાનગર પાલિકાએ નગરજનોને આ સેવાઓનો લાભ લેવા અનુરોધ કર્યો છે.
આ સેવા શરૂ કરવા માટે કમિશનર ડી.એન.મોદી ની સુચના થી ચીફ એકાઉન્ટ ઓફિસર જીગ્નેશ નિર્મલે જહેમત ઉઠાવી હતી. જેમણે અગાઉ જેએમસી કનેક્ટ એપ્લિકેશન પણ રજૂ કરી હતી.