New Delhi, તા.2
દેશભરમાં લોકોએ નવા વર્ષની ઇસાઇઓના નવા વર્ષની ઉમંગભેર ઉજવણી કરી હતી. ઉત્તર પ્રદેશમાં અયોધ્યા અને વારાણસીમાં ભગવાનના દર્શન માટે શ્રધ્ધાળુઓની ભીડ ઉમટી પડી હતી.
અયોધ્યામાં ભગવાન શ્રી રામના દર્શન માટે શ્રધ્ધાળુઓની મોટી ભીડ ઉમટી ભક્તોની ભારે ભીડને નિયંત્રિત કરવા શહેરને અનેક સેક્ટરોમાં અને ઝોનમાં વહેંચવામાં આવ્યું હતું. વારાણસીમાં બુધવારે વહેલી સવારથી જ શ્રધ્ધાળુઓ કાશી વિશ્વનાથ મંદિરના પરિસરમાં એકઠા થવા લાગ્યા હતા.
ઓરિસ્સામાં ભગવાન જગન્નાથના આશિર્વાદ લેવા પુરીમાં આશિર્વાદ લેવા માટે ભક્તોની એક કિ.મી.થી લાંબી લાઇન હતી. ઉત્તરાખંડમાં કૈંસ ધામમાં બાબા નીબ કરોલીના દર્શન માટે 9 થી 10 કિ.મી. લાંબો ટ્રાફિકજામ થયો હતો. અમૃતસરમાં સુવર્ણ મંદિરમાં માથુ ટેકવા શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા.