New Zealand તા.21
New Zealandનાં વડાપ્રધાન ક્રિસ્ટોફર લકસને બોલિવુડના દિગ્ગજ કલાકાર આમીરખાન, વિદ્યાબાલન, અને અન્ય લોકો સાથે મુલાકાત કરી હતી. સિદ્ધાર્થકપુર રોડ, રોની સ્ક્રુવાલા અને આશુતોષ ગોવારીકર સહીત અન્યોએ વડાપ્રધાન ક્રિસ્ટોફર લકસન સાથે ફિલ્મ ડેસ્ટીનેશન કોલોબરેશન માટે અવસરોની તલાશ પર ચર્ચા થઈ હતી.
New Zealandનાં વડાપ્રધાને પોતાના ટવીટર એકાઉન્ટ પર બોલીવુડનાં દિગ્ગજો સાથેની એક તસ્વીર શેર કરી હતી અને લખ્યુ હતું ફિલ્મ આપણી અર્થ વ્યવસ્થામાં પૈસા લાવે છે જે નોકરીઓ પેદા કરે છે.આવક વધારે છે એટલે બોલીવુડના સ્ટાર્સને મળવુ તેમના વિચારો જાણવા ખુબ સારા લાગ્યા.