Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ‘Kangana Ranaut આવે તો થપ્પડ જ મારી દેજો…’ વરિષ્ઠ કોંગ્રેસ નેતાની જીભ લપસી

    September 18, 2025

    Pakistan ની ફિલ્ડરનો થ્રો સીધો અમ્પાયરના માથામાં વાગ્યો, મેદાન છોડવું પડ્યું,

    September 18, 2025

    સૂર્યકુમારે ભારતની જીત સૈન્યને સમર્પિત કરી સામે પાકને વાંધો હતો

    September 18, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ‘Kangana Ranaut આવે તો થપ્પડ જ મારી દેજો…’ વરિષ્ઠ કોંગ્રેસ નેતાની જીભ લપસી
    • Pakistan ની ફિલ્ડરનો થ્રો સીધો અમ્પાયરના માથામાં વાગ્યો, મેદાન છોડવું પડ્યું,
    • સૂર્યકુમારે ભારતની જીત સૈન્યને સમર્પિત કરી સામે પાકને વાંધો હતો
    • Asia Cup : ગ્રુપ બીમાં રસપ્રદ સમીકરણો : અફઘાન માટે નિર્ણાયક મેચ
    • પાક.નું નાટક – ધમકી ન ચાલ્યા : ICC એ બંને વાંધા ફગાવ્યા
    • Asia Cup 2025 : UAEને હરાવી પાક. સુપર-4 માં : હવે ફરી ભારત સાથે ટક્કર થશે
    • Aneet Padda ની નવી ફિલ્મ ફાતિમા અને અર્જુન માથુર સાથે
    • Arshad Warsi, તુષાર કપૂર અને નરગિસ ફાખરી પણ મસ્તી ફોરમાં
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, September 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty Future૨૩૦૮૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!
    વ્યાપાર

    Nifty Future૨૩૦૮૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

    Vikram RavalBy Vikram RavalJanuary 20, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૦.૦૧.૨૦૨૫ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૬૬૧૯ સામે ૭૬૯૭૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૬૫૮૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૩૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૫૪ પોઈન્ટના ઉછાળા સાથે ૭૭૦૭૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૨૬૭ સામે ૨૩૩૩૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૩૨૨૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૨૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૩૩ પોઈન્ટના ઉછાળા સાથે ૨૩૪૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    શેરબજારમાં સાર્વત્રિક લેવાલીના માહોલ જોવા મળીયો હતો.અમેરિકામાં આજે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળવા જઈ રહ્યા છે. જેના પગલે શેરબજારમાં આકર્ષક ઉછાળો જોવા મળ્યો છે. કોર્પોરેટ સારા પરિણામોએ અમેરિકી શેર બજારોમાં ગઈકાલે ડાઉ જોન્સમાં અને નાસ્દાકમાં ઉછાળાની સાથે આજે વૈશ્વિક બજારો પાછળ ભારતીય શેર બજારોમાં સુધારો આગળ વધ્યો હતો. બેન્કિંગ શેર્સમાં તેજીના સથવારે સેન્સેક્સ ૬૪૬ પોઈન્ટ ઊછળ્યો છે. જ્યારે નિફ્ટી ૧૫૦ પોઈન્ટથી વધુના ઊછાળા સાથે ૨૩૪૪૯ પર પહોંચ્યો હતો. સેન્સેક્સ પેકમાં સામેલ કોટક બેન્ક આજે ૯% થી વધુ ઉછળ્યો છે. રોકાણકારોની મૂડી ૩ લાખ કરોડ વધી છે. જ્યારે બીજી તરફ આઈટી શેર્સમાં સાવચેતીનું વલણ જોવા મળ્યું હતું.

    માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ જોવા મળી હતી.નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ ના ત્રીજા  ત્રિમાસિક માટે મોટાભાગે સકારાત્મક પરિણામો જાહેર થઈ રહ્યા છે. અમેરિકામાં પણ ફુગાવો ઘટ્યો છે. અને રોજગારીના ડેટા મજબૂત બન્યા છે. બીજી તરફ આગામી મહિને રજૂ થનારા કેન્દ્રીય બજેટમાં મધ્યમવર્ગ, આવકવેરા સંબંધિત મોટા સુધારાઓ થવાની અપેક્ષા વધી છે. આગામી સમયમાં આ પરિબળોની અસર શેરબજાર પર જોવા મળી શકે છે. 

    વર્લ્ડ બેન્ક તથા  ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડે ભારતના આર્થિક વિકાસ દરના અંદાજને જાળવી રાખ્યા છે. નાણાં વર્ષ ૨૦૨૬માં ભારતના આર્થિક વિકાસ દરના ૬.૭૦%ના ટાર્ગેટને વર્લ્ડ બેન્કે જાળવી રાખ્યો છે અને આગામી બે વર્ષમાં ભારત સૌથી ઝડપથી વિકસતુ અર્થતંત્ર બની રહેવાના અંદાજને પણ જાળવી રખાયો છે.

    આજ રીતે ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડે પણ વર્તમાન નાણાં વર્ષ માટે દેશના આર્થિક વિકાસ દરના ૭%ના પોતાના અંદાજને ઘટાડી ૬.૫૦% કર્યો છે પરંતુ નાણાં વર્ષ ૨૦૨૬ તથા ૨૦૨૭ માટેના ૬.૫૦%ના અંદાજને જાળવી રાખ્યા છે. 

    એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ગ્લેનમાર્ક ફાર્મા ૨.૪૦%,ઓરબિંદો ફાર્મા ૨.૦૭%,હવેલ્લ્સ ૧.૮૧%,ટાટા કમ્યુનિકેશન ૧.૭૧%,ડીએલએફ ૧.૩૧%,જેએસડબ્લ્યુ સ્ટીલ ૧.૧૬%,ગ્રાસીમ ૧.૧૩%,એચડીએફસી બેન્ક ૧.૦% વધ્યા હતા, જયારે વોલ્ટાસ ૩%,એસબીઆઈ લાઈફ ૨.૭૧%,ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ૧.૮૫%,અદાણી પોર્ટસ ૧.૧૪%,ટીસીએસ ૧.૦%,સન ફાર્મા ૦.૪૭,બાટા ઇન્ડિયા ૦.૪૭ % ઘટ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૨૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૫૬ અને વધનારની સંખ્યા ૨૫૦૪ રહી હતી, ૧૬૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૫૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૮૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, ઈઝરાયેલ-હમાસ યુદ્વ અંતની સંમતિના કારણે  વૈશ્વિક જીઓપોલિટીકલ ટેન્શન હળવું થવાના પોઝિટીવ પરિબળ અને અમેરિકામાં ડોનાલ્ડ ટમ્પ સત્તાનું સુકાન સંભાળે એ પૂર્વે રોજગારીમાં વૃદ્વિ સાથે યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા આગમી દિવસોમાં ફરી વ્યાજ દરમાં ઘટાડાના સંકેત અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધતાં અટકતાં પોઝિટીવ પરિબળોએ વૈશ્વિક બજારોમાં ઉડાઉડ અટકી હતી. ભારતીય શેર બજારોમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની શેરોમાં કેશમાં સતત નેટ વેચવાલીના આવી રહેલાં આંકડા અને અમેરિકામાં નાસ્દાકમાં ધોવાણ સાથે ઘર આંગણે કોર્પોરેટ પરિણામોમાં સપ્તાહના અંતે ઈન્ફોસીસના રિઝલ્ટ પાછળ આઈટી શેરોમાં ધબડકો થયો છે.બજારમાં પાછલા દિવસોમાં મોટા ધોવાણ બાદ રોકાણકારોનો વિશ્વાસ ડગમગ્યો છે. નવી ખરીદીમાં સાવચેતી જોવાઈ રહી છે. હવે આગામી સપ્તાહમાં અમેરિકાના નવા રાષ્ટ્ર પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પની થનારી તાજપોશી પર વિશ્વની નજર મંડાયેલી હોઈ ઓવરનાઈટ તેજીનો વેપાર જાળવવાથી ખેલંદાઓ દૂર રહ્યા છે. 

    જ્યારે ઘર આંગણે હવે નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા કેન્દ્રિય બજેટ રજૂ કરવાની કવાયત શરૂ થઈ ગઈ હોઈ નવી કેવી જોગવાઈ આવશે એની અનિશ્ચિતતાએ પણ તેજીનો વેપાર હળવો થતો જોવાઈ રહ્યો છે.  કોર્પોરેટ પરિણામો, અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે ૨૦, જાન્યુઆરી સુકાન સંભાળનાર હોઈ એના પર નજર સાથે ક્રુડ ઓઈલના ભાવ અને અમેરિકી ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં વધઘટ પર નજર વચ્ચે આગામી દિવસોમાં નિફટી અને  સેન્સેક્સમાં અફડા – તફડી જોવાઈ શકે છે.

    તા.૨૧.૦૧.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૨૦.૦૧.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૩૪૦૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૩૨૦૨ પોઈન્ટના પ્રથમ અને ૨૩૦૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૩૪૭૪ પોઈન્ટ થી ૨૩૫૩૩ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૩૦૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
    • તા.૨૦.૦૧.૨૦૨૫ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૪૯૫૧૨ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૪૯૨૦૨ પોઈન્ટ પ્રથમ અને ૪૯૦૦૯ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૪૯૬૦૬ પોઈન્ટ થી ૪૯૭૩૭ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૪૯૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!               

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • એચસીએલ ટેકનોલોજી ( ૧૭૯૫ ) :- એચસીએલ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૭૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૪૭ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૧૮ થી રૂ.૧૮૨૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૩૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • એચડીએફસી બેન્ક ( ૧૬૫૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૬૨૬ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૬૧૬ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૬૭૩ થી રૂ.૧૬૮૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • ભારતી એરટેલ ( ૧૬૪૧ ) :- રૂ.૧૬૨૬ નો પ્રથમ તેમજ રૂ.૧૬૦૬ બીજા સપોર્ટથી ટેલિકોમ – સેલ્યુલર એન્ડ ફિક્સ્ડ લાઇન સર્વિસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૬૫૫ થી રૂ.૧૬૬૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • ગ્લેનમાર્ક ફાર્મા ( ૧૫૦૯ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૩૩ થી રૂ.૧૫૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૪૭૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ ( ૧૧૬૧ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૧૩૦ સ્ટોપલોસ આસપાસ પર્સનલ કેર સેક્ટરનોઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૧૭૪ થી રૂ.૧૧૮૦ આસપાસ ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • કોટક બેન્ક ( ૧૯૨૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૪૪ આસપાસ વેચવાલી થકી રૂ.૧૮૯૮ થી રૂ.૧૮૮૦ ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • ઇન્ફોસિસ લિ. ( ૧૮૧૭ ) :- રૂ.૧૮૩૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૮૪૪ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૭૯૭ થી રૂ.૧૭૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૮૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • ટેક મહિન્દ્રા ( ૧૬૬૫ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૭૦૭ ના સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૬૩૬ થી રૂ.૧૬૦૬ ના ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • હેવેલ્સ ઈન્ડિયા ( ૧૫૯૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૩૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૫૭૩ થી રૂ.૧૫૬૦ ના ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • વોલ્ટાસ લિ. ( ૧૫૫૩ ) :- રૂ.૧૫૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૫૯૪ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૧૫૨૦ થી રૂ.૧૪૯૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૦૬ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

    Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    ઘટેલા GSTના ભાવ પેકીંગ પર જોવા નહી મળે!

    September 18, 2025
    વ્યાપાર

    Commodity વેપારમાં વિદેશી રોકાણકારોને મંજૂરી અપાશે

    September 18, 2025
    વ્યાપાર

    Stock Market માં `તેજીનો ફેસ્ટીવલ’ શરૂ : સેન્સેકસ 83000ને પાર

    September 18, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

    September 17, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    September 17, 2025
    વ્યાપાર

    આઇવેલ્યુ ઇન્ફોસોલ્યુશન્સ લિમિટેડનો IPO 18 સપ્ટેમ્બર, 2025ના રોજ ખૂલશે

    September 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ‘Kangana Ranaut આવે તો થપ્પડ જ મારી દેજો…’ વરિષ્ઠ કોંગ્રેસ નેતાની જીભ લપસી

    September 18, 2025

    Pakistan ની ફિલ્ડરનો થ્રો સીધો અમ્પાયરના માથામાં વાગ્યો, મેદાન છોડવું પડ્યું,

    September 18, 2025

    સૂર્યકુમારે ભારતની જીત સૈન્યને સમર્પિત કરી સામે પાકને વાંધો હતો

    September 18, 2025

    Asia Cup : ગ્રુપ બીમાં રસપ્રદ સમીકરણો : અફઘાન માટે નિર્ણાયક મેચ

    September 18, 2025

    પાક.નું નાટક – ધમકી ન ચાલ્યા : ICC એ બંને વાંધા ફગાવ્યા

    September 18, 2025

    Asia Cup 2025 : UAEને હરાવી પાક. સુપર-4 માં : હવે ફરી ભારત સાથે ટક્કર થશે

    September 18, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ‘Kangana Ranaut આવે તો થપ્પડ જ મારી દેજો…’ વરિષ્ઠ કોંગ્રેસ નેતાની જીભ લપસી

    September 18, 2025

    Pakistan ની ફિલ્ડરનો થ્રો સીધો અમ્પાયરના માથામાં વાગ્યો, મેદાન છોડવું પડ્યું,

    September 18, 2025

    સૂર્યકુમારે ભારતની જીત સૈન્યને સમર્પિત કરી સામે પાકને વાંધો હતો

    September 18, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.