Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Delhi માં બુલડોઝર કાર્યવાહી ચાલુઃ અશોક વિહારમાં ઘણી ઝૂંપડપટ્ટીઓ પર કાર્યવાહી

    June 16, 2025

    પૂંછમાં સુરક્ષા દળોએ Pakistan માં છુપાયેલા આતંકવાદી સહાયકોના ઠેકાણાઓની તપાસ કરી

    June 16, 2025

    Affidavit અનુસાર વિજય રૂપાણીની કુલ જાહેર ચલ સંપત્તિઓની કિંમત ૫.૪૩ કરોડ રૂપિયા હતી

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Delhi માં બુલડોઝર કાર્યવાહી ચાલુઃ અશોક વિહારમાં ઘણી ઝૂંપડપટ્ટીઓ પર કાર્યવાહી
    • પૂંછમાં સુરક્ષા દળોએ Pakistan માં છુપાયેલા આતંકવાદી સહાયકોના ઠેકાણાઓની તપાસ કરી
    • Affidavit અનુસાર વિજય રૂપાણીની કુલ જાહેર ચલ સંપત્તિઓની કિંમત ૫.૪૩ કરોડ રૂપિયા હતી
    • પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે રાજકોટના રસ્તાઓ પર ભીડ એકઠી થઈ
    • Amreli જિલ્લામાં મેઘો ગાંડોતૂર, નદીઓના પાણી ગામમાં ઘૂસ્યા
    • ગેંગસ્ટર Lawrence Bishnoi અને ગોલ્ડી બરાડની વચ્ચે વિવાદ
    • Britain માં પ્રથમ વખત મહિલાને સોંપાઈ મહત્ત્વની જવાબદારી
    • Actress Juhi Chawla એ ૭ વર્ષ સુધી વાત નહોતી કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty future ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!
    વ્યાપાર

    Nifty future ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

    Vikram RavalBy Vikram RavalOctober 18, 2024Updated:October 22, 2024No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૮.૧૦.૨૦૨૪ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૦૦૬ સામે ૮૦૭૪૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૪૦૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૯૮૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૧૮ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૨૨૪ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૪૮૪૩ સામે ૨૪૭૪૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૬૪૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૫૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૯૪૯  પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    શુક્રવારે શેરબજારમાં વોલેટિલિટી જોવા મળી હતી.શરુવાતે ઘટાળા બાદ તેજી જોવા મળી હતી.વૈશ્વિક બજારોમાં ચાઈનાની અનિશ્ચિતતા વચ્ચે આજે નરમાઈ રહી હતી.શેરબજારમાં આ સપ્તાહે વેચવાલીનું પ્રેશર વધુ જોવા મળતાં સળંગ પાંચમા દિવસે કડાકો નોંધાયો છે.સેન્સેક્સે વધુ ૬૦૦ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧૦૦૦નું લેવલ પણ ગુમાવ્યું છે.રોકાણકારોએ સળંગ પાંચ દિવસના કરેક્શનમાં રૂ.૬.૯૯લાખ કરોડની મૂડી ગુમાવી છે.ત્યારબાદ અંતે તેજી જોવા મળી હતી.

    સેન્સેક્સ ૨૧૮ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૨૨૪ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૦૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૯૪૯ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૮૧૮ પોઈન્ટના ઉછાળા સાથે ૫૨૩૧૦ પોઈન્ટના સ્તરે બંધ થયો.કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડઝ, હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ ,મેટલ-માઈનીંગ, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ઓઈલ-ગેસ ફ્રન્ટલાઈન શેરોમાં ખરીદી થઈ હતી.એફએમસીજી કંપનીઓના શેરોમાં  આજે નેસ્લે ઈન્ડિયા સહિતના પરિણામો પાછળ નફારૂપી વેચવાલી થઈ હતી.બેંકિંગ શેરોમાં આજે એકંદર તેજી રહી હતી. એક્સિસ બેંકનો ત્રિમાસિક નફો ૧૮% વધ્યા છતાં શેરમાં વેચવાલી.રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં એક શેર દીઠ એક શેર બોનસ માટે ૨૮, ઓકટોબર રેકોર્ડ તારીખ જાહેર કરતાં શેરમાં તેજી જોવા મળી.

    ભારતની બીજી સૌથી મોટી પેસેન્જર કાર મેન્યુફેકચરર હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના ઐતિહાસિક રૂ.૨૭,૮૭૦ કરોડના આઈપીઓને ભરણાંના અંતિમ દિવસે એક કલાકમાં જ બમણો ૧૦૦% થી વધુ પ્રતિસાદ મળી ભરણું ૨.૩૭ ગણું છલકાઈ જતાં સેકન્ડરી માર્કેટમાંથી લિક્વિડિટી ખેંચાઈ જતાં અને બીજી તરફ ચાઈનામાં વધુ સ્ટીમ્યુલસની અનિશ્ચિતતાએ એશીયાના બજારોમાં સેન્ટીમેન્ટ ડહોળાયેલું રહેતાં અને કોર્પોરેટ પરિણામોની અસરે સેન્સેક્સ, નિફટી બેઝડ સતત ધોવાણ થયું હતું. ખાસ હ્યુન્ડાઈના આઈપીઓમાં એલોકેશન માટે ફંડોએ ઓટો શેરો બજાજ ઓટો સહિતમાં મોટું ઓફલોડિંગ કર્યાની ચર્ચા વચ્ચે ઓટો શેરોમાં ગાબડાં પડયા હતા.હ્યુન્ડાઈના આઈપીઓમાં નાણા ખેંચાઈ જતાં અને આ આઈપીઓ માટે ફંડોએ જોગવાઈ કરવા અન્ય ઓટો શેરોમાં ઓફલોડિંગ કરતાં કડાકો બોલાઈ ગયો હતો.

    આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ઈન્ડીગો,જેકે સિમેન્ટ્સ,લાર્સેન,ટોરેન્ટ ફાર્મા,એક્સીસ બેન્ક,વિપ્રો,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,રિલાયન્સ,એસીસી,લ્યુપીન,મુથૂટ ફાઈનાન્સ,સન ફાર્મા,વોલ્ટાસ,બાટા ઇન્ડિયા,અદાણી પોર્ટસ,કોટક મહિન્દ્રા બેન્ક,ટેક મહિન્દ્રા,હેવેલ્લ્સ,ગ્લેનમાર્ક ફાર્મા,ભારતી ઐરટેલ જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં એચડીએફસી એએમસી,અદાણી એન્ટર.,ડીવીસ લેબ,હિન્દુસ્તાન યુનીલીવર,ઈન્ફોસીસ,સિપ્લા,એચસીએલ ટેકનોલોજી, સન ટીવી નેટવર્ક,મહાનગર ગેસ જેવા શેરોમાં ઘટાળો થયો છે.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૪૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૧૪ અને વધનારની સંખ્યા ૧૯૨૩ રહી હતી,  ૧૦૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    બજારની ભાવિ દિશા….મિત્રો, વૈશ્વિક પ્રવાહો,જીઓપોલિટીકલ ટેન્શન અને કંપનીઓના કોર્પોરેટ પરિણામો તેમજ ચૂંટણીઓમાં પર ભારતીય બજારોની આગામી સપ્તાહમાં નજર રહેશે.

    દેશની ઈક્વિટી બજારમાં ઘરેલું સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)નો વર્તમાન વર્ષનો રોકાણ આંક કેશમાં રૂપિયા ચાર લાખ કરોડને વટાવી ગયો છે. કોઈ એક કેલેન્ડર વર્ષમાં  ડીઆઈઆઈના ઈન્વેસ્ટમેન્ટનો આ આંક અત્યારસુધીનો સૌથી ઊંચો છે.આની સામે વિદેશી રોકાણકારોની કેશમાં રૂપિયા ૨,૦૧,૫૪૬  કરોડની નેટ વેચવાલી રહી છે.વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફપીઆઈ) એક તરફ જંગી વેચાણ કરી રહ્યા છે જ્યારે ડીઆઈઆઈની સતત લેવાલીથી દેશના ઈક્વિટી બજારને ટેકો મળી રહ્યો છે.ઓકટોબરમાં સતત પંદરમાં મહિને નેટ ઈન્ફલોસ જોવા મળી રહ્યો છે.મ્યુચ્યુઅલ ફન્ડોમાં રિટેલ રોકાણકારોના સહભાગમાં વધારાને પરિણામે ડીઆઈઆઈની ઈક્વિટીસમાં જોરદાર લેવાલી જોવા મળી રહી છે. વર્તમાન વર્ષમાં સેન્સેકસમાં ૧૩% જ્યારે નિફટી૫૦ ઈન્ડેકસમાં ૧૫% વળતર જોવા મળી રહ્યું છે.આગામી દિવસોમાં લાર્જકેપ્સની સાથોસાથ સ્મોલ તથા મિડકેપ્સમાં પણ આકર્ષણ જોવા મળી શકે છે.

    અર્થતંત્રને બેઠું કરવા ચીન દ્વારા જાહેર કરાઈ રહેલા સ્ટીમ્યુલ્સને ધ્યાનમાં રાખી વૈશ્વિક ફન્ડ મેનેજરો ભારતના ભોગે ચીનમાં પોતાની ફાળવણી વધારી રહ્યા હોવાથી ભારતીય બજારમાંથી તેમના દ્વારા ઈન્ફલોસ જોવાઈ રહ્યો છે, વર્તમાન મહિનામાં વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાંથી અંદાજે આઠ અબજ ડોલરનું રોકાણ પાછું ખેંચી લીધું છે.ચીન તરફ તેમની ફરીથી ફાળવણી ભારતીય ઈક્વિટીસના ભોગે થઈ રહી હોવાનું પણ સર્વેમાં જણાયું છે.

    તા.૨૧.૧૦.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૧૮.૧૦.૨૦૨૪ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૯૪૯ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૨૪૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૫૦૦૮ પોઈન્ટ થી ૨૫૮૦૮ પોઈન્ટ, ૨૫૧૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૪૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
    • તા.૧૮.૧૦.૨૦૨૪ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૨૩૧૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૨૦૦૮ પોઈન્ટ પ્રથમ અને ૫૧૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૨૪૭૪ પોઈન્ટ થી ૫૨૬૩૬ પોઈન્ટ૫,૫૨૮૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૧૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!! 

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • ગ્રાસીમ લીમીટેડ  ( ૨૭૬૯ ) :- ગ્રાસીમ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૭૨૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૭૦૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૭૮૭ થી રૂ.૨૮૦૮ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૮૨૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • સન ફાર્મા ( ૧૯૨૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૮૮૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૮૭૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૯૩૩ થી રૂ.૧૯૪૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • ઈન્ફોસીસ લીમીટેડ ( ૧૮૬૬ ) :- રૂ.૧૮૪૪ નો પ્રથમ તેમજ રૂ.૧૮૩૦ બીજા સપોર્ટથી કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૮૭૮ થી રૂ.૧૮૯૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • ભારતી ઐરટેલ ( ૧૭૧૩ ) :- ટેલિકોમ – સેલ્યુલર અને ફિક્સ્ડ લાઇન સેવાઓ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૩૪ થી રૂ.૧૭૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૬૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ( ૧૩૩૮) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૩૦૩ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પેર્સનલ કેર સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૩૭૩ થી રૂ.૧૩૮૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
    • હવેલ્લ્સ ઇન્ડિયા ( ૧૮૫૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબસ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૮૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૮૩૩ થી રૂ.૧૮૧૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૦૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • એચડીએફસી  બેન્ક ( ૧૬૯૧ ):- રૂ.૧૭૦૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૭૨૩ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૬૭૦ થી રૂ.૧૬૫૫ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૭૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • ટેક મહિન્દ્રા ( ૧૬૮૩ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૭૦૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૬૪૬ થી રૂ.૧૬૩૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
    • આઈસીઆઈસીઆઈ  બેન્ક ( ૧૨૬૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૦૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૪૦ થી રૂ.૧૨૨૩ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૨૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • એક્સીસ બેન્ક ( ૧૨૦૦ ) :- રૂ.૧૨૩૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૪૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૧૮૦ થી રૂ.૧૧૬૫ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૬૫ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

    Nifty Nifty future Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    વૈશ્વિક Stock Market ના સથવારે માર્કેટમાં ઉછાળો, સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો

    June 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    Israel-Iran war,અદાણી ગ્રુપ સંચાલિત હાઈફાપોર્ટને નિશાન બનાવ્યું છતાં ‘સબ સલામત’

    June 16, 2025
    રાષ્ટ્રીય

    Crude oil ની કિંમત 20 વર્ષનો રેકોર્ડ તોડી શકે; – તો મોંઘવારી બેકાબુ થશે

    June 16, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 13, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 13, 2025
    વ્યાપાર

    Reliance Industries એશિયન પેઈન્ટ્‌સમાં ૩.૬૪ ટકા હિસ્સો રૂ.૭૭૦૩ કરોડમાં વેચ્યો

    June 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Delhi માં બુલડોઝર કાર્યવાહી ચાલુઃ અશોક વિહારમાં ઘણી ઝૂંપડપટ્ટીઓ પર કાર્યવાહી

    June 16, 2025

    પૂંછમાં સુરક્ષા દળોએ Pakistan માં છુપાયેલા આતંકવાદી સહાયકોના ઠેકાણાઓની તપાસ કરી

    June 16, 2025

    Affidavit અનુસાર વિજય રૂપાણીની કુલ જાહેર ચલ સંપત્તિઓની કિંમત ૫.૪૩ કરોડ રૂપિયા હતી

    June 16, 2025

    પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે રાજકોટના રસ્તાઓ પર ભીડ એકઠી થઈ

    June 16, 2025

    Amreli જિલ્લામાં મેઘો ગાંડોતૂર, નદીઓના પાણી ગામમાં ઘૂસ્યા

    June 16, 2025

    ગેંગસ્ટર Lawrence Bishnoi અને ગોલ્ડી બરાડની વચ્ચે વિવાદ

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Delhi માં બુલડોઝર કાર્યવાહી ચાલુઃ અશોક વિહારમાં ઘણી ઝૂંપડપટ્ટીઓ પર કાર્યવાહી

    June 16, 2025

    પૂંછમાં સુરક્ષા દળોએ Pakistan માં છુપાયેલા આતંકવાદી સહાયકોના ઠેકાણાઓની તપાસ કરી

    June 16, 2025

    Affidavit અનુસાર વિજય રૂપાણીની કુલ જાહેર ચલ સંપત્તિઓની કિંમત ૫.૪૩ કરોડ રૂપિયા હતી

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.