રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૨૦.૦૨.૨૦૨૫ ના રોજ…
બીએસઇસેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇસેન્સેક્સ આગલા બંધ ૭૫૯૩૯સામે૭૫૬૭૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૫૪૬૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ૩૩૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૦૩ પોઈન્ટના ઘટાડા સાથે૭૫૭૩૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :-ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૯૬૪સામે૨૨૮૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૨૮૫૫પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ.નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ૧૦૫પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર૨૨ પોઈન્ટના ઘટાડા સાથે૨૨૯૪૨પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકા-ભારત વચ્ચે બિઝનેસ ડિલના પરિણામે ભારત પર ટેરિફનોબોજ ઓછો રહેવાની શકયતાએ અને મોર્ગન સ્ટેનલી, સિટી રિસર્ચ સહિતે ભારત માટે પોઝિટીવ આઉટલૂક આપતાં ભારતીય શેરબજારમાં આજે આરંભમાં ફંડો સેન્સેક્સ, નિફટી બેઝડ બેંકિંગ શેરોની આગેવાનીએ તેજીમાં આવ્યા હતા. પરંતુ વધ્યામથાળેથી ફરી સાવચેતીમાં ઈન્ડેક્સ બેઝડ સુધારો અંતે ધોવાયો હતો.ઉપરાંત, અમેરિકામાં ઓટોમોબાઈલ, ફાર્માસ્યુટિકલ્સ-ડ્રગ, ચીપની આયાત પર ૨૫% સુધી ટેરિફ લાદવાના અને આ માટે નિર્ણય બીજી એપ્રિલના લેવાઈ શકે છે એવા ટ્રમ્પના સંકેતે આજે ફરી વૈશ્વિક બજારોમાં તેજીને બ્રેક લાગી સાવચેતી જોવાઈ હતી.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક ડોલર ઈન્ડેક્સમાંવધારોથતાભારતીય રૂપિયાના મૂલ્યમાં ઘટાડો જોવા મળ્યો હતો. જયારેવૈશ્વિકસ્તરેક્રૂડઓઈલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૧૮% અને સ્મોલકેપઈન્ડેક્સ૧.૩૨%વધીને બંધ રહ્યા હતા.વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્રબેન્કેકસ, ફાઈનાન્સિયલ સર્વિસીસ, ફોકસ્ડ આઈટી અનેએફએમસીજી શેરોમાં વેચવાલીજોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૫૪સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૭૩અને વધનારની સંખ્યા૨૬૬૯રહી હતી,૧૧૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો નહતો.જ્યારે૪શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે૧૪શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં એનટીપીસી લી. ૩.૩૨%, મહિન્દ્રા & મહિન્દ્રા ૩.૦૧%, અદાણી પોર્ટ ૨.૮૫%, ટાટા સ્ટીલ૧.૫૮%, ટાટા મોટર્સ૧.૩૩%, ઇન્ડસઇન્ડ બેન્ક ૧.૧૩%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૧.૦૧%, ઈન્ફોસીસ લી. ૦.૭૦% અનેએશિયન પેઈન્ટ ૦.૫૫% વધ્યા હતા, જયારે એચડીએફસી બેન્ક ૨.૩૫%, મારુતિ સુઝુકી ૧.૮૧%, ટેક મહિન્દ્ર ૧.૬૯%, એચસીએલ ટેકનોલોજી ૧.૬૯%, આઈટીસીલી. ૧.૦૬%, આઈસીઆઈસીઆઈ બેન્ક૦.૮૯%, કોટક બેન્ક ૦.૭૩%, બજાજ ફાઈનાન્સ ૦.૭૧% અને સન ફાર્મા ૦.૪૧% ઘટ્યાહતા.
બજારની ભાવિ દિશા….મિત્રો, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફાર્માસ્યૂટિકલ્સ તથા સેમીકન્ડકટર આયાત પર પ્રારંભમાં ૨૫% ડયૂટી લાગુ કરી પછી તેને તબક્કાવાર વધારવાનો ઈરાદો વ્યકત કર્યો છે.ટ્રમ્પ આ ટેરિફ લાગુ કરશે તો, ભારતમાં સૌથી વધુ માઠી અસર ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ-ઉદ્યોગ પર પડવાની દહેશત છે. ભારતીય ફાર્માસ્યુટિકલ્સ ઉદ્યોગ દ્વારા તેની કુલ નિકાસના ૩૮%થી વધુ દવાઓની નિકાસ અમેરિકામાં થાય છે. ભારતની એવી કેટલીક મોટી ફાર્મા કંપનીઓ છે, જે તેમની મોટી નિકાસ અમેરિકામાં કરીને આવક મેળવે છે.ટ્રમ્પ તેનો આક્રમક મિજાજ બતાવતા રહી હવે ટેરિફનો હાઉ બતાવતા રહી સતત વિશ્વના ઘણા દેશોને ડિલ ટેબલ પર આવવા મજબૂર કરી રહ્યા છે. અમેરિકામાં ફાર્મા આયાત પર જો ૨૫% રેસિપ્રોકલ ડયૂટી લાગુ કરાશે તો તેનાથી ભારતના ફાર્મા ઉદ્યોગને ફટકો પડી શકે છે.
ભારતના મોટાભાગના જેનેરિક દવા ઉત્પાદકો અમેરિકાને પોતાની સૌથી મોટી બજાર ગણાવી રહ્યા છે.નાણાં વર્ષ ૨૦૨૪માં અમેરિકામાં ભારતની ફાર્મા નિકાસનો આંક ૮.૭૦ અબજ ડોલર અથવા તો ફાર્માની કુલ નિકાસના ૩૧% જેટલી રહી હતી.અમેરિકાની બજારમાં ભારતના જેનેરિકદવાના નિકાસકારો ખર્ચાળ દવાનો સસ્તો વિકલ્પ પૂરો પાડે છે.એક અંદાજ પ્રમાણે ૨૦૨૨માંઅમેરિકામાં લખાયેલા જેનેરિક પ્રીસ્ક્રિપ્સનમાંથી ૫૦% જેટલા પ્રીસ્ક્રિપ્સન ભારત દ્વારા પૂરા પડાયા હતા અને આને કારણે અમેરિકાની આરોગ્યસંભાળ પદ્ધતિમાં ૪૦૮ અબજ ડોલરની બચત થવા પામી હતી.
તા.૨૧.૦૨.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૨૦.૦૨.૨૦૨૫ના રોજનિફટી ફ્યુચરબંધ ભાવ @ ૨૨૯૪૨ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર૨૩૦૮૮ પોઈન્ટનાપ્રથમઅને૨૩૧૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૨૮૮૦ પોઈન્ટથી૨૨૮૦૮ પોઈન્ટનીઅતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૨૮૦૮ પોઈન્ટઆસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
- તા.૨૦.૦૨.૨૦૨૫ના રોજબેન્ક નિફ્ટી ફ્યુચરબંધ ભાવ @ ૪૯૪૭૩ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર૪૯૮૦૮ પોઈન્ટપ્રથમઅને ૪૯૯૭૯ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે૪૯૩૦૩ પોઈન્ટથી૪૯૧૮૮ પોઈન્ટનીઅતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૪૯૯૭૯ પોઈન્ટઆસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…
- એસબીઆઈ લાઈફ( ૧૪૭૧ ) :- એસબીઆઈગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવહાલમાં રૂ.૧૪૩૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે.રૂ.૧૪૧૪ નાસ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૮૮ થી રૂ.૧૪૯૪ નોભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૦૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- ઓરબિન્દો ફાર્મા ( ૧૧૨૫ ) :-ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૦૯૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!!રૂ.૧૦૮૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૧૪૩ થીરૂ.૧૧૫૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
- અદાણી પોર્ટ્સ ( ૧૧૧૨ ):-રૂ.૧૦૮૮ નોપ્રથમ તેમજ રૂ.૧૦૭૩ બીજા સપોર્ટથી પોર્ટ્સ એન્ડ પોર્ટ્સ સર્વિસસેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોકરૂ.૧૧૩૪ થી રૂ.૧૧૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
- ઈન્ડસઈન્ડ બેન્ક ( ૧૦૪૮ ):- પ્રાઈવેટ બેન્કસેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૬૩ થીરૂ.૧૦૭૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ટાટા કન્ઝ્યુમર ( ૧૦૧૨ ) :- રૂ.૦૧ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૯૭૩ સ્ટોપલોસ આસપાસ ટી એન્ડ કોફીસેક્ટરનોઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૦૩૩ થીરૂ.૧૦૪૦ આસપાસ ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!!!
- હેવેલ્સ ઈન્ડિયા ( ૧૫૩૧ ) :-ટેકનીકલ ચાર્ટ મુજબ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સસેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૫૫ આસપાસ વેચવાલી થકી રૂ.૧૫૦૩ થીરૂ.૧૪૯૦ ના નીચામથાળેભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૭૦ નોસ્ટોપલોસ ધ્યાને લેવો..!!
- ગ્લેનમાર્ક ફાર્મા ( ૧૩૫૧ ):-રૂ.૧૩૭૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોકરૂ.૧૩૮૦ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૩૨૩ થીરૂ.૧૩૦૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૯૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- મહાનગર ગેસ ( ૧૩૩૯ ) :-LPG/CNG/PNG/LNGસપ્લાયરસેકટરનો આ સ્ટોકછેતરામણા ઉછાળે રૂ.૧૩૭૦ ના સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડેરૂ.૧૩૦૮ થીરૂ.૧૨૯૦ ના ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- બાટા ઈન્ડિયા ( ૧૨૬૬ ) :-ટેકનીકલ ચાર્ટ મુજબ ફૂટવેરસેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૯૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૪૭ થીરૂ.૧૨૨૦ ના ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૦૩ નોસ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૨૩૨ ):- રૂ.૧૦૫૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોકરૂ.૧૨૬૦ નાસ્ટોપલોસે આ સ્ટોક રૂ.૧૨૦૮ થીરૂ.૧૧૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૭૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
The securities quoted are for illustration only and are not recommendatory.Investment in securities market are subject to market risks.Read all the related documents carefully before investing.
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.