Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gondal મોવિયાના જ્યોતિગ્રામ ફીડરમાં લંગરીયું નાખી ખેડૂતે વીજચોરી

    July 5, 2025

    Rajkot: શખ્સે ભાયાવદરના ગૃહ ઉદ્યોગમાંથી પાપડ મંગાવી રૂ. 2.15 લાખ ચૂનો ચોપડયો

    July 5, 2025

    Rajkot: શહેર અને તાલુકા મથકોએ તા.૧૨મી એ મેગા લોક-અદાલત

    July 5, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gondal મોવિયાના જ્યોતિગ્રામ ફીડરમાં લંગરીયું નાખી ખેડૂતે વીજચોરી
    • Rajkot: શખ્સે ભાયાવદરના ગૃહ ઉદ્યોગમાંથી પાપડ મંગાવી રૂ. 2.15 લાખ ચૂનો ચોપડયો
    • Rajkot: શહેર અને તાલુકા મથકોએ તા.૧૨મી એ મેગા લોક-અદાલત
    • Veraval: દુકાનમા ચોરી અને નુકસાન કરનાર આરોપીને દબોચી લીધો
    • Rajkot: ભક્તિનગરમાં રીક્ષાની અડફેટે સાયકલ સવાર મોત
    • Unaનો માથાભારે શખ્સ પાસા તળે જેલ હવાલે
    • Jetpur પોલીસે ચાર ખોવાયેલા મોબાઈલ મુળ માલિકને કરાવ્યા પરત
    • Jamnagar મા ચેક રિટર્ન કેસ આરોપીને એક વર્ષની કેદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, July 7
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty Future ૨૪૦૮૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!
    વ્યાપાર

    Nifty Future ૨૪૦૮૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    Vikram RavalBy Vikram RavalMay 2, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૨.૦૫.૨૦૨૫ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૨૪૨ સામે ૮૦૩૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૧૬૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૭૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૫૯ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૫૦૧ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૪૧૮ સામે ૨૪૩૯૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૩૧૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૪૦૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૭ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૪૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    વૈશ્વિક સ્તરે સકારાત્મક સંકેતો વચ્ચે આજે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. પહેલગામ આતંકી હુમલાને લઈ ભારત કોઈપણ ક્ષણે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદને સંપૂર્ણ લશ્કરી જવાબ આપવા તૈયારી કરી રહ્યાના અને પાકિસ્તાન પણ યુદ્ધની તૈયારી કરી રહ્યાના અહેવાલોએ બન્ને દેશો વચ્ચે યુદ્ધનું ટેન્શન વધ્યું છે પરંતુ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે દ્વિપક્ષીય વેપાર કરાર થવાની શક્યતાઓના સંકેત આપતા ભારતને ટેરિફમાં રાહત મળવાની અપેક્ષા વધી છે. બીજી બાજુ ચીન પણ અમેરિકા સાથે ટ્રેડવૉર મુદ્દે વાતચીત કરવા સહમત થયું હોવાથી વિશ્વની બે મહાસત્તા આ મામલે ઉકેલ લાવે તેવી સંભાવના સાથે વૈશ્વિક સ્તરે ટેરિફ તણાવની ભીતિ ઘટી હોવાથી તેમજ વિદેશી રોકાણકારોની સતત ખરીદી તેમજ વૈશ્વિક સ્તરે સકારાત્મક પરિબળોના પગલે સ્થાનિક શેરબજાર પોઝીટીવ રહ્યું હતું.

    નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ની શરૂઆત સાથે જ કેન્દ્ર સરકારની જીએસટી કલેક્શન એપ્રિલમાં રૂ.૨.૩૭ લાખ કરોડની રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી છે. જે વાર્ષિક ધોરણે ૧૨.૬%નો ઉછાળો દર્શાવે છે. સરકારી આંકડાઓ અનુસાર, એપ્રિલ, ૨૦૨૫માં રૂ.૨.૩૭ લાખ કરોડનું ઓલટાઈમ હાઈ જીએસટી કલેક્શન નોંધાયુ છે. સાત વર્ષના ગાળામાં જીએસટીની એક મહિનામાં થયેલી પહેલા ક્રમની સૌથી વધુ આવક છે. એપ્રિલ ૨૦૨૪માં જીએસટીની કુલ આવક (રૂ.૨.૧૦ લાખ કરોડ)ની તુલનાએ ૧૨.૬%નો વધારો નોંધાવ્યો છે. જીએસટીની વધતી આવક દેશની આર્થિક પ્રવૃત્તિમાં ધીમો અને મક્કમ વધારો થઈ રહ્યો હોવાનો તેમજ ફુગાવો નીચે આવવાનો નિર્દેશ આપે છે.

    બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૭% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સર્વિસીસ, ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, ફોકસ્ડ આઈટી, આઈટી, બેન્કેકસ અને ફાઇનાન્શિયલ સર્વિસીસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૮૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૮૩ અને વધનારની સંખ્યા ૧૭૬૧ રહી હતી, ૧૪૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં અદાણી પોર્ટસ ૪.૧૧%, બજાજ ફાઈનાન્સ ૨.૬૨%, ઇન્ડસઇન્ડ બેન્ક ૧.૬૫%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૧.૫૧%, મારુતિ સુઝુકી ૧.૨૧%, ટાટા મોટર્સ ૧.૨૦%, આઈટીસી લિ. ૧.૧૪%, ટાટા સ્ટીલ ૧.૧૧% અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૯૭% વધ્યા હતા, જયારે નેસ્લે ઇન્ડિયા ૨.૦૪%, એનટીપીસી લિ. ૧.૬૧%, કોટક બેન્ક ૧.૩૬%, ટાઈટન લિ. ૧.૦૯%, પાવર ગ્રીડ કોર્પ. ૦.૮૫%, ટેક મહિન્દ્ર ૦.૮૩%, હિન્દુસ્તાન યુનીલીવર ૦.૭૭%, ભરતી એરટેલ ૦.૬૩% અને એશિયન પેઈન્ટ ૦.૬૭% ઘટ્યા હતા.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, ટેરિફને પગલે સર્જાયેલી અનિશ્ચિતતાને કારણે દુનિયાના અર્થતંત્રની વૃદ્ધિ પર ખરાબ અસર જણાય છે તેમજ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ આઇએમએફ દ્વારા આ વર્ષે ગ્લોબલ ઇકોનોમીમાં વૃદ્ધિનો દર જાન્યુઆરીમાં ૩.૩%ની આગાહીની સરખામણીમાં ૨.૮% જ થવાની ધારણાં મૂકી છે. વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારત પાસે આંતરરાષ્ટ્રીય વેપાર અને ઉત્પાદનમાં પોતાની સ્થિતિ મજબૂત કરવાની તક છે, પરંતુ ખાનગી ક્ષેત્ર અને નીતિ નિર્માતાઓના જણાવ્યા અનુસાર આ પડકારો પ્રત્યે સચેત રહેવાની અને મૂડી નિર્માણને દબાવવાનું ટાળવાની જરૂર છે.

    લાંબા સમય સુધી અનિશ્ચિતતાની ધારણા ખાનગી ક્ષેત્રને મૂડી નિર્માણ યોજનાઓ પર રોક લગાવવા તરફ દોરી શકે છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં વૈશ્વિક વિકાસને કારણે ઊભી થતી અનિશ્ચિતતાઓ વૃદ્ધિ માટે જોખમ બની શકે છે. ભૌગોલિક રાજકીય વિકાસ પર સતત ધ્યાન કેન્દ્રિત કરીને, ભારત આ જોખમોને ઘટાડી વ્યૂહાત્મક વેપાર વાટાઘાટો, સ્થાનિક સુધારાઓ અને ઉત્પાદન રોકાણોમાં ઉભરતી તકોનો લાભ લઈ શકે છે. જ્યારે ભૂ-રાજકીય તણાવ, પુરવઠા શૃંખલામાં વિક્ષેપો, ટેરિફ અને વેપાર સંબંધિત અનિશ્ચિતતાઓ વૈશ્વિક વિકાસ માટે જોખમો ઉભા કરે છે, ત્યારે ભારતીય અર્થતંત્ર પ્રત્યે સરકારનો દ્રષ્ટિકોણ સકારાત્મક બની શકે છે.

    તા.૦૫.૦૫.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    તા.૦૨.૦૫.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૪૦૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૦૮૮ પોઈન્ટના પ્રથમ અને ૨૪૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૪૭૪ પોઈન્ટ થી ૨૪૫૩૦ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૪૦૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    તા.૦૨.૦૫.૨૦૨૫ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૫૨૦૯ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૫૬૭૬ પોઈન્ટ પ્રથમ અને ૫૫૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૫૦૦૮ પોઈન્ટ થી ૫૪૮૮૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૫૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • હેવેલ્સ ઈન્ડિયા ( ૧૫૬૨ ) :- કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૨૫ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૦૫ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૭૭ થી રૂ.૧૫૮૫ નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૯૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • ઈન્ફોસિસ લિ. ( ૧૫૦૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૮૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૭૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૫૩૪ થી રૂ.૧૫૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૪૨૫ ) :- રૂ.૧૩૯૩ નો પ્રથમ તેમજ રૂ.૧૩૮૦ બીજા સપોર્ટથી રિફાઇનરી એન્ડ માર્કેટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૩૭ થી રૂ.૧૪૫૦ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે…!!
    • ગ્લેનમાર્ક ફાર્મા ( ૧૩૭૬ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૯૦ થી રૂ.૧૪૦૪ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૩૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ભારત ફોર્જ ( ૧૧૦૭ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૦૭૩ સ્ટોપલોસ ધ્યાને લઈ ઓટો કમ્પોનન્ટ્સ એન્ડ ઇક્વિપ્મેંટ સેક્ટરનો આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૧૨૩ થી રૂ.૧૧૩૦ આસપાસ તેજી તરફી ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • મહાનગર ગેસ ( ૧૩૬૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ એલપીજી/સીએનજી/પીએનજી/એલએનજી સપ્લાયર સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૯૩ આસપાસ વેચવાલી થકી રૂ.૧૩૪૭ થી રૂ.૧૩૩૦ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૦૪ નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો..!!
    • અદાણી પોર્ટ્સ ( ૧૨૭૬ ) :- રૂ.૧૩૦૩ આસપાસ ટેકનિકલ ગ્રાફ મુજબ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૩૧૩ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૨૬૦ થી રૂ.૧૨૪૪ નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૨૫૩ ) :- પર્સનલ કેર સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૯૦ આસપાસનાં સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૨૩ થી રૂ.૧૨૦૮ ના ભાવની આસપાસ ટેકનિકલ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • એક્સિસ બેન્ક ( ૧૧૮૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૭૦ થી રૂ.૧૧૫૫ ના ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૨૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ટાટા કન્ઝ્યુમર ( ૧૧૫૪ ) :- રૂ.૧૧૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૮૪ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૧૧૩૦ થી રૂ.૧૧૧૭ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૯૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.

    BSE Sensex Indian Stock Market Nifty future
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Indian Stock Market માં ઉછાળે સાવધાની તરફી માહોલ…!!!

    July 5, 2025
    વ્યાપાર

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    July 5, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 4, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    July 4, 2025
    આંતરરાષ્ટ્રીય

    Bangladesh દ્વારા અદાણીના વીજ ખરીદી કરાર અને ચુકવણીની ચિંતાનો ઉકેલ

    July 4, 2025
    વ્યાપાર

    લાયકાત અનુસાર માત્ર 8.25 ટકા સ્નાતકોને જ રોજગારી મળી રહી છે

    July 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gondal મોવિયાના જ્યોતિગ્રામ ફીડરમાં લંગરીયું નાખી ખેડૂતે વીજચોરી

    July 5, 2025

    Rajkot: શખ્સે ભાયાવદરના ગૃહ ઉદ્યોગમાંથી પાપડ મંગાવી રૂ. 2.15 લાખ ચૂનો ચોપડયો

    July 5, 2025

    Rajkot: શહેર અને તાલુકા મથકોએ તા.૧૨મી એ મેગા લોક-અદાલત

    July 5, 2025

    Veraval: દુકાનમા ચોરી અને નુકસાન કરનાર આરોપીને દબોચી લીધો

    July 5, 2025

    Rajkot: ભક્તિનગરમાં રીક્ષાની અડફેટે સાયકલ સવાર મોત

    July 5, 2025

    Unaનો માથાભારે શખ્સ પાસા તળે જેલ હવાલે

    July 5, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gondal મોવિયાના જ્યોતિગ્રામ ફીડરમાં લંગરીયું નાખી ખેડૂતે વીજચોરી

    July 5, 2025

    Rajkot: શખ્સે ભાયાવદરના ગૃહ ઉદ્યોગમાંથી પાપડ મંગાવી રૂ. 2.15 લાખ ચૂનો ચોપડયો

    July 5, 2025

    Rajkot: શહેર અને તાલુકા મથકોએ તા.૧૨મી એ મેગા લોક-અદાલત

    July 5, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.