રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૭.૦૫.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૬૪૧ સામે ૭૯૯૪૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૯૯૩૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૦૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૫ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૭૪૬ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૪૩૧ સામે ૨૪૩૪૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૩૧૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૨૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૪૬૧ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ભારત-પાકિસ્તાન વચ્ચે ગમે તે ક્ષણે યુદ્ધનું એલાન થવાની શકયતા અને પહેલગામ-કાશ્મીર આતંકી હુમલાને લઈ ભારત કોઈપણ સમયે આતંકવાદને સંપૂર્ણ લશ્કરી જવાબ આપવા તૈયારી કરી રહ્યાના સંકેતો વચ્ચે ભારતીય શેરબજારમાં સેન્ટીમેન્ટ ડહોળાયું હતું. એક તરફ યુદ્ધનું ટેન્શન અને બીજી તરફ ટેરિફ મામલે અમેરિકા-ચીન વચ્ચે એક દિવસ સમાધાનના તો બીજા દિવસે ઘર્ષણના ડેવલપમેન્ટ વચ્ચે વૈશ્વિક બજારોમાં સાવચેતીની અસર જોવાઈ હતી. યુદ્ધ જેવી સ્થિતિના સંજોગોમાં આર્થિક મોરચે પડકારો સર્જાવાની શકયતાએ આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં દિવસ દરમિયાન ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ અંતે ઉછાળા સાથે બંધ રહ્યું હતું. ભારતીય ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી ફ્યુચરની નબળી શરૂઆત બાદ નીચા મથાળે લેવાલી નોંધાતા સેન્સેક્સ અંદાજીત ૧૦૫ પોઈન્ટ ઉછળી ૮૦૭૪૬ પોઈન્ટ તેમજ નિફ્ટી ફ્યુચર અંદાજીત ૩૦ પોઈન્ટ ઉછળી ૨૪૪૬૧ પોઈન્ટ પર બંધ રહ્યા.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૩૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૧૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી અને હેલ્થકેર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૪૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૮૩ અને વધનારની સંખ્યા ૨૨૦૬ રહી હતી, ૧૫૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ટાટા મોટર્સ ૫.૦૫%, બજાજ ફાઈનાન્સ ૨.૧૪%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૬૪%, અદાણી પોર્ટસ ૧.૪૧%, ટાટા સ્ટીલ ૧.૩૨% અને ટાઈટન લિ. ૧.૨૮%, વધ્યા હતા, જયારે એશિયન પેઈન્ટ ૩.૫૩%, સન ફાર્મા ૧.૯૫%, આઈટીસી લિ. ૧.૧૫%, એચસીએલ ટેક. ૧.૦૪%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૦૨%, હિન્દુસ્તાન યુનિલિવર ૦.૭૭% અને નેસ્લે ઇન્ડિયા ૦.૭૭% ઘટ્યા હતા.
તા.૦૮.૦૫.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
તા.૦૭.૦૫.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૪૬૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૬૦૬ પોઈન્ટના પ્રથમ અને ૨૪૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૪૦૪ પોઈન્ટ થી ૨૪૩૭૩ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૪૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
તા.૦૭.૦૫.૨૦૨૫ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૪૬૭૧ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૫૦૮૮ પોઈન્ટ પ્રથમ અને ૫૫૧૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૪૬૦૬ પોઈન્ટ થી ૫૪૪૭૪ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૫૧૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…
- રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૪૧૨ ) :- રિલાયન્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૮૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૭૩ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૩૪ થી રૂ.૧૪૪૦ નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૪૪૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- વોલ્ટાસ લિ. ( ૧૨૫૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૨૩૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૨૧૭ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૨૬૭ થી રૂ.૧૨૮૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- એક્સિસ બેન્ક ( ૧૧૬૮ ) :- રૂ.૧૧૪૦ નો પ્રથમ તેમજ રૂ.૧૧૨૭ બીજા સપોર્ટથી પર્સનલ કેર સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૮૪ થી રૂ.૧૧૯૦ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે…!!
- ભારત ફોર્જ ( ૧૧૪૩ ) :- ઓટો કમ્પોનન્ટ્સ એન્ડ ઇક્વિપ્મેંટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૬૩ થી રૂ.૧૧૭૦ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૧૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- જેએસડબ્લ્યૂ સ્ટીલ ( ૯૬૯ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૯૩૦ સ્ટોપલોસ ધ્યાને લઈ આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૯૮૬ થી રૂ.૯૯૩ આસપાસ તેજી તરફી ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ટાટા કોમ્યુનિકેશન્સ ( ૧૫૫૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેલિકોમ – સેલ્યુલર એન્ડ ફિક્સ્ડ લાઇન સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૯૫ આસપાસ વેચવાલી થકી રૂ.૧૫૩૩ થી રૂ.૧૫૧૩ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૦૬ નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો..!!
- ગ્લેનમાર્ક ફાર્મા ( ૧૪૪૧ ) :- રૂ.૧૪૮૪ આસપાસ ટેકનિકલ ગ્રાફ મુજબ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૪૯૪ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૪૨૪ થી રૂ.૧૪૦૪ નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૦૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- ઓરબિન્દો ફાર્મા ( ૧૨૦૨ ) :- ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૪૦ આસપાસનાં સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૮૮ થી રૂ.૧૧૭૫ ના ભાવની આસપાસ ટેકનિકલ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ડૉ. રેડ્ડી’ઝ લેબોરેટરી ( ૧૧૫૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૨૩ થી રૂ.૧૧૦૮ ના ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- રામકો સિમેન્ટ્સ ( ૯૫૪ ) :- રૂ.૯૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૯૮૪ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૯૩૭ થી રૂ.૯૧૯ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૯૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.